ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલની આગેવાની હેઠળ આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ, શ્રીમતી સોનલ બેન પટેલ, દમણ જીલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણીયા વગેરે હાજર રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈની આગેવાની હેઠળ ભાજપ કાર્યાલય અટલ ભવન સિલ્વાસા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુલાબ રોહિત, ડો.નરેન્દ્ર દેવરે અને જિલ્લા અને રાજ્યમાંથી અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોએ હાજરી આપી હતી.