જૂનાગઢમાં e-FIR અંગે જાગૃતિ માટે સેમિનાર યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઇ એફઆઇઆર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.જેમાં 500 જેટલા વ્યક્તિ હાજર રહ્યાં હતાં. જૂનાગઢનાં એસપી રવિ તેજા વસામસેટ્ટીને ઇ એફઆઇઆર અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી. જૂનાગઢનાં ટાઉન હોલ ખાતે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર સહિતના આશરે 500 વ્યક્તિઓની હાજરીમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની અધ્યક્ષતામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પોલીસ અધિકારીઓ,કોલેજના પ્રોફેસર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
આ સેમિનારમાં સ્વાગત ઉદબોધન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું. વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા ઇ એફઆઇઆર એપ્લિકેશનના ઉપયોગ વિસ્તૃત માહિતી આપી હતી. એસપી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ઇ એફઆઇઆરના ફાયદા અને તેના દ્વારા પોલીસ સેવાના હેતુ બાબતની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આજના સાંપ્રત સમયમાં તેની જરૂરિયાત અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમજ એસપી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા કોલેજના યુવાનો સાથે પ્રશ્નોતરી કરી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા પાસ થવા માટેની ટીપ્સ આપી હતી. જીવનમાં શિસ્તનું મહત્વ, પોલીસની કામગીરી, વિગેરે મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરી હતી. એ ડિવિઝન પીઆઈ એમ.એમ.વાઢેર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.