શું તમે જાણો છો કે દુનિયામાં ઘણી શાકભાજીના ભાવ એટલા વધારે છે કે તેની કિંમતમાં તમે પોતાની ગર્લફ્રેન્ડ અથવા તો પત્નીને ગોલ્ડની જ્વેલરી ગિફ્ટ કરી શકો છો. આવો જાણીએ…

જાપાની પાલક
આ ખૂબ જ ખાસ અને પૌષ્ટિક Yamashita Spinachની જાત જાપાનની રાજધાની ટોક્યોમાં થાય છે. આ ભાજીને ઉગાડવા માટે ખૂબ દેખરેખ અને વર્ષોના ધીરજની જરૂર છે. તેની કિંમત 13 ડોલર પ્રતિ પાઉન્ડ છે. એટલે કે ભારતીય મુદ્રામાં 1 કિલો પાલક ખરીદવા માટે તમારે 1 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.

સૌથી મોંઘા બટાકા
શું તમે 500 ગ્રામ (અડધો કિલો) બટાકા ખરીદવા માટે 24,000 રૂપિયા ખર્ચી શકો છો? કદાચ નહીં, પરંતુ આવા મોંઘા બટાકા ફ્રાન્સમાં ઉગે છે. આ ખાસ બટાટા પશ્ચિમી ફ્રાન્સમાં ઉગાડવામાં આવે છે. જેની કિંમત 24,000 રૂપિયા પ્રતિ કિલો છે.

આટલા મોંઘા હોવાનું કારણ તેની મર્યાદિત ઉપલબ્ધતા છે. એક રિપોર્ટ અનુસાર આ ખાસ બટાટાની ઉપજ એક વર્ષમાં માત્ર 100 ટન છે. તેનો સ્વાદ પણ જબરદસ્ત એટલે કે ટેસ્ટી હોવાનું કહેવાય છે.

મશરૂમ
દુનિયાના સૌથી મોંઘા મશરૂમ વિશેની ચર્ચાનો અંત નહીં આવે. હકીકતે કેટલાક વિદેશી ખેડૂતો તાઇવાની યાર્ત્સા ગુન્બુને સૌથી મોંઘા મશરૂમ માને છે. જ્યારે ઘણા વેજીટેબલ ફાર્મર જાપાનીઝ માત્સુતાકેને વધુ મોંઘા જણાવે છે.

અમુક ખાસ મશરૂમની કિંમત ભારતીય ચલણમાં લગભગ અઢી લાખ રૂપિયા પ્રતિ કિલો છે. સમાન શ્રેણીના અન્ય મોંઘા મશરૂમ્સમાં યુરોપિયન વ્હાઇટ ટ્રફલ, મોરેલ અને ચેન્ટેરેલ જાતોનો સમાવેશ થાય છે.

પિંક લેટ્યુસ
આ શાકભાજીનું નામ Pink Lettuce છે. તેને pink radicchio તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો સ્વાદ થોડો કડવો હોય છે. તે 10 ડોલર પ્રતિ પાઉન્ડના દરે વેચાય છે. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 1600 રૂપિયા પ્રતિ કિલો છે.

વસાબી રૂટ
તેની ખેતી માત્ર ઉત્તર જાપાન, ચીન, કોરિયા, તાઈવાન અને ન્યુઝીલેન્ડમાં થાય છે. આ કોઈ સામાન્ય વસાબી મૂળ નથી. તેનો સ્વાદ અનોખો અને સ્વાદિષ્ટ છે. આ પ્રકારની 1/2 કિલો વસાબી ખરીદવા માટે તમારે લગભગ 5000 રૂપિયા ખર્ચવા પડશે.

દુનિયાનું સૌથી મોંઘુ શાકભાજી-‘હોપ શૂટ’
હોપ શૂટ વિશ્વની સૌથી મોંઘી શાકભાજી છે. આ શાક કદમાં નાનું છે. આ શાકને લણવું સૌથી મુશ્કેલ કામ છે. વિશ્વના ઘણા શાકભાજી બજારોમાં તેની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.