પહેલા તુર્કી અને બાદમાં મિસ્ત્ર, એક બાજૂ કેટલાય દેશો ભારતી ઘઉં લેવાની ના પાડી રહ્યા છે, તો બીજી બાજૂ ભારત સરકારે કેટલાય લાખ ટન ઘઉંની નિકાસનો ઓર્ડર રોકી દીધો છે. સરકારે એક્સપોર્ટ માટે મોકલેલી તમામ એપ્લીકેશંંસ રદ કરી દીધી છે.
- Advertisement -
15 લાખ ટન ઘઉંની નિકાસ અટકાવી
વાણિજ્ય મંત્રાલય અંતર્ગત કામ કરતા વિદેશ વેપાર મહાનિદેશાલયે 15 લાખ ટન ઘઉંના એક્સપોર્ટ માટે આપેલા અરજીઓ ફગાવી દેવામાં આી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સરકારે ઘઉંના એક્સપોર્ટ માટે લેટર્સ ઓફ ક્રેડિટ જાહેર કરીને પ્રોસેસ થોડી કડક કરી દીધી છે. તેના માટે કેટલાય તબક્કાની સ્ક્રૂટની પ્રોસેસ લાગૂ કરી દીધી છે. જેથી તેમને નિકાસ માટે ઓર્ડરના LC જાહેર થાય, જે સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર લગાવેલા પ્રતિબંધના નિયમોને અનુકૂળ હોય.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સરકાર ઓર્ડરની સ્ક્રૂટની કરનારી બે સભ્યોની આંતરિક કમિટિની મદદ માટે એક એક્સપર્ટની નિયુક્તિ કરવાની પ્રક્રિયામાં છે. જે બહારી એક્સપોર્ટ એક એક્સ-બેંકર હશે, જેની પાસે LCs માટે કામ કરવાનો અનુભવ હશે, આ પ્રક્રિયાને આકરી બનાવામાં મદદ મળશે.
- Advertisement -
નકલી દસ્તાવેજ ન બતાવો, થશે કડક કાર્યવાહી
અત્યાર સુધીમાં દેશમાથી 14 લાખ ટન ઘઉંના નિકાસના ઓર્ડર પાસ થયા છે. જ્યારે રદ કરવામાં આવેલા ઓર્ડર આનાથી પણ ક્યાંય વધારે છે. એટલુ જ નહીં અત્યાર સુધીમાં કેટલાય ઓેર્ડરની એપ્લીકેશંસ સ્ક્રૂટનીની પ્રોસેસમાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે શુક્રવારે કહ્યું હતું કે, જે લોકો જૂની ડેટની એપ્લીકેશન અથવા નકલી દસ્તાવેજ બતાવીને નિકાસ કરવાની કોશિશ કરશે, તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
તુર્કી અને ઈજિપ્તે ઘઉં પાછા મોકલ્યા
સરકારે ઘઉં એક્સપોર્ટને લઈને કડકાઈ વચ્ચે કેટલાય દેશોએ ભારતના ઘઉં લેવાની ના પાડી દીધી છે. પહેલા તુર્કી અને હવે ઈજિપ્ત ઉપરાંત નેધરલેન્ડમાં પણ ના પાડી દીધી છે. આ ઘઉં પેલા ભારતમાંથી નેધરલેન્ડ મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી તુર્કી અને બાદમાં લગભગ 55,000 ટન ઘઉં ઈજિપ્તે લેવાની વાત કહી હતી, પણ અંતમાં તેમણે પણ આ ઘઉં લેવાની ના પાડી દીધી હતી.