આવતી કાલથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. અને તેની સાથે જ અમુક ખાસ ફેરફાર પણ થવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. બેકિંગથી લઈને રાંધણ ગેસ સુધી આ 5 મોટા ફેરફાર જાણી લેવા તમારા માટે ખૂબ જ જરૂરી છે.
જૂનનો મહિનો પુરો થવા જઈ રહ્યો છે અને કાલથી જુલાઈનો મહિનો ઘણા મોટા ફેરફારની સાથે શરૂ થઈ જશે. 1 જુલાઈ 2023 એટલે કે મહિનાના પહેલા જ દિવસે લાગુ થતા ફેરફાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. તમારા ઘરની રસોઈ, જૂતા-ચંપલ ખરીદવાથી લઈને બેંક સાથે જોડાયેલા ફેરફાર તમને પ્રભાવિત કરી શકે છે. એવામાં તેના વિશે જાણકારી હોવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કે દેશમાં પહેલી તારીખથી શું શું ફેરફાર થવાના છે.
- Advertisement -
LPGની કિંમત
તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં સંશોધન કરે છે. જેની અશર દેશભરમાં જોવા મળે છે. આ વખતે પણ LPGની કિંમતોમાં 1 જુલાઈએ ફેરફાર જોવા મળી શકે છે. ગયા સતત બે મહિના કંપનીઓએ 19 કિલો વાળા કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાહત આપી હતી. 1 જૂન 2023એ સિલિન્ડર 83.5 રૂપિયા સસ્તુ કરી દેવામાં આવ્યું હતું જ્યારે તેના પહેલા 1 મે 2023એ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે ઘરેલું રસોઈમાં ઉપયોગ થતા 14 કિલો વાળા LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
- Advertisement -
CNG-PNGના ભાવ
રાંધણ ગેસની કિંમતોની સાથે જ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 જુલાઈએ CNG-PNGની કિંમતોમાં પણ ચેન્જ જોવા મળી શકે છે. દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને મુંબઈમાં મહાનગર ગેસ લિમિટેડ દર મહિનાના પહેલા દિવસે કિંમતોમાં સંશોધન કરીને નવા ભાવ જાહેર કરે છે. તેના ઉપરાંત જેટ ફ્યૂલની કિંમત ઈન્ટરનેશન બેન્ચમાર્ક અને ફોરેન એક્સચેન્જ રેટના આધાર પર દર મહિને નક્કી કરવામાં આવે છે. ગઈ 1 જૂને દિલ્હીમાં જેટ ફ્યૂલ એટલે કે ATFના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ દિલ્હીમાં જેટ ફ્યૂલની કિંમત 6,632.34 રૂપિયા ઓછી થઈને 89,303.09 રુપિયા પ્રતિ કિલો કરનામાં આવી હતી.
HDFC બેન્ક મર્જર
1 જુલાઈથી ત્રીજો મોટો ફેરફાર બેકિંગ સેક્ટરમાં થવાનો છે. હકીકતે પ્રાઈવેટ સેક્ટરના સૌથી મોટા બેન્ક HDFC બેંકની સાથે ફાઈનાન્સ કંપની HDFC Ltdનું મર્જર થવાનું છે. વિલયના બાદ બેંકની બધી બ્રાન્ચમાં HDFC લિમિટેડની સેવાઓ આપવામાં આવશે.
એટલે કે HDFC બેંકની બ્રાન્ચમાં લોન, બેકિંગ સહિત અન્ય સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવશે. જેવું કે કોઈ પણ વિલયના બાદ જોવા મળે છે. પહેલી તારીખે આ મોટા મર્જરના બાદ પણ બન્ને કંપનીઓના ગ્રાહકોને અમુક ફેરફાર જોવા મળી શકે છે.
RBI Floating Rate Savings Bonds
આજના સમયમાં રોકાણ કરવાના સૌથી સારા વિકલ્પોમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDને વધારે મહત્વ આપવામાં આવે છે. એવું થાય પણ કેમ નહીં, તમામ બેંક તેના પર ગ્રાહકોને શાનદાર વ્યાજ ઓફર કરી રહી છે. હવે એક જુલાઈ 2023થી એક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટમાં FDથી પણ સારૂ વ્યાજ મળવાનું છે. અમે વાત કરી રહ્યા છીએ RBI ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ 2022ની.તેના વ્યાજદર ભલે નામની જેમ જ સ્થિર નથી અને સમય સમય પર તે બદલાતા રહે છે. હાલ તેના પર 7.35 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જે 1 જુલાઈથી 8.05 ટકા કરવામાં આવી શકે છે. દર છ મહિનામાં બદલતા વ્યાજદરમાં ફેરફારની બીજી તારીખ પહેલી જુલાઈ છે.
ખરાબ ક્વોલિટીના ચંપલ નહીં વેચી શકાય
પાંચમાં ફેરફારની વાત કરવામાં આવે તો 1 જુલાઈ 2023થી દેશભરમાં ખરાબ ક્વોલિટીના જૂતા-ચંપલની મેન્યૂફેક્ચરિંગ અને તેના વેચાણ પર રોક લગાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે.
આ પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ બધા ફૂટવેર કંપની માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
જુલાઈમાં 15 દિવસ બેંક રહેશે બંધ
RBIએ જુલાઈ 2023માં આવનાર બેંક હોલિડે લિસ્ટ જાહેર કરી છે. આ મહિને દેશભરના અલગ અલગ રાજ્યોમાં વિવિધ આયોજનોના કે પર્વોના કારણે કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. આ રજાઓમાં બીજા ચોથી શનિવાર અને રવિવારની રજાઓ પણ શામેલ છે. આ રજાઓમાં પ્રાદેશ રજાઓ શામેલ છે.