વિશ્વની સૌથી મોટી ગોલ્ડફિશમાં એક તળાવમાંથી પકડાઈ હતી. બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ આ માછલીને શોધખોળ હાથ ધરી હતી. આ માછલીને તળાવમાં 20 વર્ષ પહેલા છોડવામાં આવી હતી.

વિશ્વની સૌથી મોટી ગોલ્ડફિશમાં એક તળાવમાંથી પકડાઈ હતી. બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ આ માછલીને શોધખોળ હાથ ધરી હતી. આ માછલીને તળાવમાં 20 વર્ષ પહેલા છોડવામાં આવી હતી. તળાવમાં આ માછલીનું દેખાવું દુર્લભ છે. આ કારણથી જ તેને જાદુઈ ગોલ્ડફીશ કહેવામાં આવે છે.

20 વર્ષ પહેલા તળાવમાં છોડવામાં આવી હતી
એક માછીમારને નારંગી રંગની દુર્લભ ગોલ્ડ માછલી પકડી છે. ત્યારે ખાસ વાત એ છે કે આ માછલી 20 વર્ષ પહેલા તળાવમાં છોડવામાં આવી હતી. જે બાદ આ માછલી અવાર નવાર જ દેખવા મળતી હતી. માછીમારે કહ્યું કે આ માછલી આજે પણ સારૂ સ્વસ્થ ધરાવે છે. માછીમાર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાની સૌથી વજનદાર ગોલ્ડફીશમાંથી એક છે.

વર્ણસંકર પ્રજાતિની આ માછલી ખૂબ જ આકર્ષક છે

એન્ડી હેકેટે આ માછલીને પકડવામાં લગભગ 25 મિનિટનો સમય પસાર કર્યો હતો. ‘કેરટ’ ઉપનામ ધરાવતી આ માછલીને પકડ્યા બાદ તેને ફરીથી પાણીમાં છોડવામાં આવી હતી. વર્ણસંકર પ્રજાતિની આ માછલી ખૂબ જ આકર્ષક છે.

માછલીની તબિયત હજુ સારી છેઃજેસન

‘કેરટને’ 20 વર્ષ પહેલા જેસન કાઉલર દ્વારા પાણીમાં છોડવામાં આવી હતી. ફિશરી મેનેજર જેસને જણાવ્યું કે આ માછલીની તબિયત હજુ સારી છે. અમે એન્ડીને આ માછલી પકડવા બદલ અભિનંદન આપવા માંગીએ છીએ. આ માછલી બધા કરતા અલગ છે.

માછલી પકડવા માટે 25 મિનિટનો સમય લાગ્યો

માછલીઓ ભાગ્યે જ લોકો દ્વારા પાણીમાં જોવા મળે છે. 42 વર્ષીય એન્ડી હેકેટે 31 કિલોની માછલી પકડવા માટે 25 મિનિટનો સમય લાગ્યો. આ ‘કેરેટ’નું વજન 2019માં અમેરિકાના મિનોસ્ટામાં જેસન ફુગેટે પકડેલી ગોલ્ડફિશ કરતાં 13 કિલો વધુ છે.

વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ફિશને 20 વર્ષ પહેલા તળાવમાં છોડવામાં આવી હતી. ત્યારે વર્ણસંકર પ્રજાતિની આ માછલી ખૂબ જ આકર્ષક છે. ત્યારે માછીમારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ માછલી દુનિયાની સૌથી વજનદાર ગોલ્ડફીશમાંથી એક છે. ત્યારે આ માછલીને વેચવામાં આવે તો 1 કરોડની આસપાસ માછીમારને પૈસા મળી શકે છે.

માછલીને ફરી સુરક્ષીત પાણીમાં છોડવામાં આવી

મત્સ્યઉદ્યોગ ઉત્સાહી એન્ડી હેકેટ યુકેના વર્સેસ્ટરશાયર સ્થિત કંપનીમાં ડિરેક્ટર પણ છે. એન્ડીએ કહ્યું કે તેને ખબર હતી કે આ માછલી ફ્રાન્સના બ્લુવોટર લેક્સમાં છે. પરંતુ, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આ માછલીને પકડી શકશે. પરંતુ તેના નસીબે તેને સાથ આપ્યો. એન્ડી હેકેટે પણ આ માછલી સાથે પોતાનો ફોટો ક્લિક કર્યો હતો. પછી તેઓએ તેને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી.