By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    23 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    22 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    23 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!
Parakh Bhatt

શનિદેવને શક્તિ પ્રાપ્ત કરાવનાર પર્વત!

Khaskhabar Editor
Last updated: 2022/02/19 at 5:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે!

- Advertisement -

સામાન્યત: શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયના દેવતા ગણાવાયા છે. શનિની કુદ્રષ્ટિ દેવતાઓને પણ ભારે પડી છે. નિષ્પક્ષ રીતે ત્રિલોકના તમામ જીવોનો ન્યાય તોળતાં શનિદેવની ગાથા હંમેશાથી જ સાહસ-પ્રેરક રહી છે. પરંતુ એક વખત એવો પણ આવ્યો હતો, જ્યારે અન્યોને નિ:સહાય કરી દેનાર શનિદેવ, પોતે જ અત્યંત લાચાર અને દુર્બળ બની ગયા!
પ્રાચીન ગ્રંથોમાં સૌથી શક્તિશાળી દૈત્ય રાજા તરીકે રાવણને સર્વોચ્ચ-ઉપાધિ આપવામાં આવી છે.

મહાન શિવ ભક્ત અને ત્રિકાળ-જ્ઞાની દશાનન પાસે સિદ્ધિઓનો ભંડાર હતો. ત્રણેય લોકનાં દેવી-દેવતા જેનાથી થરથર કાંપી ઉઠતાં, એવા રાવણનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. પોતાની મહાનતા અને સર્વોપરિતા સાબિત કરવા માટે રાવણે એક પછી એક તમામ દેવતાઓને કેદી બનાવવાનું ચાલુ કરી દીધું. કોઇ દેવતા રાવણની શક્તિ સામે ટકી ન શક્યો. હદ્દ તો ત્યારે થઈ, જ્યારે રાવણે શનિદેવને પણ કેદ કરી લીધા. સમગ્ર દેવતાલોકમાં હાહાકાર મચી ગયો. રાવણને પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી, એવા સમયે પવનપુત્ર હનુમાને સૂક્ષ્મવેશે અશોકવાટિકામાં પ્રવેશ કરી રાવણને શિક્ષા આપવાનું નક્કી કર્યુ. રાવણ દ્વારા પોતાની પૂંછડી પર લગાવવામાં આવેલી આગ વડે હનુમાન જ્યારે લંકાદહન કરી રહ્યા હતાં, એ વખતે તેમની નજર શનિદેવ પર ગઈ. ઘણા સમયથી રાવણની કેદમાં રહેલા શનિદેવ પણ હનુમાનને જોઇ ગયા. ત્રિભુવનને પોતાનાં સુચારૂ ન્યાય અને નિષ્પક્ષતાનો પરિચય આપનાર શનિદેવ ખૂબ જ દુર્બળ અને નિ:સહાય લાગી રહ્યા હતાં. તેમણે હનુમાન સામે ઇશારો કરીને પોતાને રાવણની પકડમાંથી છુટકારો અપાવવા માટે યાચના કરી.

શનિદેવે હનુમાનને વચન પણ આપ્યું કે અગર પોતે અહીંથી મુક્ત થયા, તો રાવણનાં વધમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવશે. બજરંગબલીએ શનિદેવને મુક્ત તો કર્યા, પરંતુ શનિદેવની દુર્બળતા જોઇને તેઓ ઘણા ચિંતિત થઈ ગયા. શનિદેવે શક્તિ પ્રાપ્ત કરવા માટે હનુમાનને વિનંતી કરી. તેમને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવે તો અને તો જ શક્તિની પુન:પ્રાપ્તિ શક્ય બની શકે એમ હતી. આથી હનુમાને એમને શ્રીલંકામાંથી પ્રક્ષેપિત કરી શનિક્ષેત્ર સુધી મોકલી આપ્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે તેઓ હવામાં હતાં ત્યારે તેમની વક્ર-દ્રષ્ટિ શ્રીલંકા પર પડતાંની સાથે જ સોનાની લંકાનો સફાયો બોલી ગયો હતો! એટલું જ નહી, રાવણનાં સમગ્ર કુળનાં વિનાશ પાછળ પણ શનિદેવ જવાબદાર બન્યા.

- Advertisement -

શ્રીલંકામાંથી પ્રક્ષેપિત થયા બાદ શનિદેવ, જે શનિક્ષેત્રમાં આવી ચડ્યા તેને આજે શ્રદ્ધાળુઓ શનિ પર્વતને નામે ઓળખે છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે! પ્રખર જ્યોતિષીઓ અને ખગોળવિજ્ઞાનીઓનું માનવું છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં પ્રસ્થાપિત આ મૂર્તિનું મહત્વ સવિશેષ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહારાષ્ટ્રના શનિ શિંગળાપુરમાં પ્રતિષ્ઠિત ‘શનિ શિલા’ પણ અહીંથી જ લઈ જવામાં આવી છે.

શનિશ્ચર સ્થિત શ્રી શનિદેવ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં, સિંધિયા શાસકો દ્વારા તેનો જીર્ણોદ્ધાર થયો. રિયાસતકાળનાં દસ્તાવેજ અનુસાર, વર્ષ 1808માં ગ્વાલિયરનાં તત્કાલીન મહારાજ દૌલતરાવ સિંધિયાએ મંદિરની વ્યવસ્થા માટે જાગીર લગાવી. ત્યારબાદ, જીવાજીરાવ સિંધિયાએ વર્ષ 1945માં જાગીર જપ્ત કરી, સમગ્ર દેવસ્થાન ‘ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, ગ્વાલિયર’નાં હસ્તક સોંપી દીધું. ત્યારથી શનિદેવનું આ પવિત્ર ધર્મસ્થળ મધ્યપ્રદેશ સરકારની દેખરેખ હેઠળ છે.

શનિદેવનું પ્રત્યક્ષ દેવસ્થાન હોવાને કારણે દેશભરના શ્રદ્ધાળુઓ પૂરી આસ્થા અને વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા માટે આવે છે. મહાબલી હનુમાને જ્યારે શનિદેવને આ ક્ષેત્રમાં પ્રક્ષેપિત કર્યા, ત્યારે આકાશમાંથી જાણે ઉલ્કાપાત થયો હોય એવો પ્રચંડ વિસ્ફોટ થયો. શિલાનાં રૂપમાં અહીં પ્રસ્થાપિત થવાને લીધે પર્વત પર ખૂબ મોટો ખાડો થઈ ગયો. આજે પણ આ વિશાળ ખાડો શનિદેવનાં સાક્ષાત્કારની નિશાની તરીકે પૂજાય છે. પોતાનાં કષ્ટો દૂર કરવા માટે ભક્તગણ દર શનિશ્ચરી અમાસના દિવસે અહીં શનિદેવના ચરણોમાં માથું ટેકવા માટે આવી પહોંચે છે. શનિક્ષેત્ર તરીકે જાણીતાં બનેલા આ વિસ્તારમાં લોહધાતુ ખૂબ મોટી માત્રામાં મળી આવે છે. ઇતિહાસમાં ઘણી જગ્યાએ ગ્વાલિયરની આજુબાજુનાં વિસ્તારોમાં લોહ ધાતુનાં ઉત્પાદનનો ઉલ્લેખ મળી આવે છે. એકવીસમી સદીમાં પણ શનિક્ષેત્રના ભૂગર્ભમાં લોહધાતુ મળી આવ્યાનાં દાખલા છે.

આપણા પૌરાણિક ગ્રંથોમાં હનુમાન અને શનિદેવ વચ્ચેનાં ઘણા રોચક પ્રસંગો આપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર સિવાયનાં અન્ય ધર્મસ્થાનોમાં હનુમાનની શક્તિનો પરચો મેળવી ચૂકેલા શનિદેવની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી જોવા મળે છે. પ્રાચીન માન્યતા અનુસાર, એક સમય પર શનિદેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો. સામાન્ય માણસ હવે ત્રાહિમામ પોકારી ગયો હતો. ભક્તજનોએ બજરંગબલીને પ્રાર્થના કરી કે ગમે તેમ કરીને તેઓ શનિદેવનાં કોપથી એમની રક્ષા કરે. પોતાના પ્રિય ભક્તોની પીડા સાંભળી હનુમાન અત્યંત રોષે ભરાઈ ગયા. તેમણે શનિદેવને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ.

શનિદેવને હનુમાનનાં ક્રોધ વિશેની જાણ થઈ આવી. તેમણે ભયગ્રસ્ત થઈને સ્ત્રી-વેશ ધારણ કરી લીધો. હનુમાન બાળ બ્રહ્મચારી હોવાને લીધે સ્ત્રીઓ પર ક્યારેય હાથ નહીં ઉઠાવે, એ વાતની એમને ખાતરી હતી.
બીજી બાજુ, હનુમાન જ્યારે શનિદેવને પાઠ ભણાવવા પહોંચ્યા ત્યારે તેમનું સ્ત્રી-રૂપ જોઇ તેમણે પીછેહઠ કરવી પડી. શનિદેવે પણ પવનપુત્રનાં ચરણોમાં પડી, પોતે કરેલી ભૂલોની ક્ષમાયાચના માંગી. ભવિષ્યમાં તેઓ ક્યારેય ભક્તોને હેરાન નહીં કરે, એ વાતનું વચન આપ્યું. આજે પણ એવું માનવામાં આવે છે કે હનુમાનનાં ભક્તો પર શનિદેવની વક્રદ્રષ્ટિનો કોઇ પ્રભાવ નથી પડતો. શનિદેવ સ્ત્રી-વેશે જ્યાં પૂજાય છે, એ મંદિર એટલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલું સાળંગપુરનું મંદિર!

સાળંગપુર હનુમાનની મૂર્તિને ધ્યાનથી જોશો, તો તેમનાં ચરણોમાં સ્ત્રી-વેશે બેઠેલા શનિદેવ તમને ચોક્કસપણે દેખાશે. ભૂત-પ્રેતથી સદાય પોતાનાં ભક્તગણની રક્ષા કરનાર સાળંગપુર હનુમાન મંદિરમાં દર મંગળવાર અને શનિવારે પ્રેત-નાશક વિધિ કરવામાં આવે છે. આજે પણ દેશ-વિદેશથી હજારો ભક્તો અહીં પોતાની ગોચર-અગોચર સમસ્યાઓ પ્રભુનાં ચરણોમાં મૂકીને તેમનાથી છુટકારો મેળવે છે. માનવામાં આવે છે કે જેનાં શરીર પર પ્રેતાત્માએ કબજો મેળવી લીધો હોય, તેઓ મંદિરના અમુક કિલોમીટર સુધીનાં વિસ્તારમાં પગ મૂકતાં પણ ડરે છે. આવી દુષ્ટાત્માઓને મંદિરના પટાંગણમાં સાળંગપુર હનુમાનની જાજરમાન મૂર્તિ સામે લાવી માથું ટેકવવાની ફરજ પાડવામાં આવે છે. આમ કરવાથી તેમનાં શરીરમાં રહેલો પ્રેતાત્મા મોક્ષ પામે છે અને ભક્તગણ આવા અલૌકિક તત્વોની કેદમાંથી મુક્તિ થઈ જાય છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અખબાર વિતરકો, એજન્ટો, ફેરિયાઓ અને છાપાવાળાઓ…
Next Article રાઈટરથી ફાઉન્ડર સુધીની સફળ સફર ખેડતાં મનીષા ગાલા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?