એકટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં છે. તેણે હાલમાં અબુ ધાબીમાં યોજાયેલી એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. વિખ્યાત સામયિક ફોર્બ્સની આ ઈવેન્ટનો વિષય હતો.
બિલ્ડિંગ ગ્લોબલ ઈન્ફલુઅન્સ વિથ પર્પઝ આ ફંકશનમાં હાજરી આપવા ગયેલી દિપિકાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર તેની ગોલ્ડન ડ્રેસમાં કિલક કરેલી કેટલીક તસ્વીરો શેર કરી છેઆ ડ્રેસ સબ્સસાચી મુખરજીએ ડિઝાઈન કરેલો હતો.
- Advertisement -
View this post on Instagram
આ એન્કલ-લંબાઈના ગાઉનમાં શાનદાર ટેકસ્ચર અને ઝગમગતા સોનેરી થ્રેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિપિકા પાદુકોણે આ ઈવેન્ટ માટે કાર્ટિએર બ્રેન્ડની લગભગ 22.25 લાખ રૂપિયાની જવેલરી પહેરી હતી.દીપિકાના આ લુક પર પતિ રણવીરસિંહ તો ફિદા થઈ ગયો, સાથે સાથે નેટિઝન્સે પણ દીપીકાના લુકનાં બહુ વખાણ કર્યા છે.