ગુજરાતનો વધુ એક ઉદ્યોગ મંદીના કારણે પડી ભાંગ્યો, 6 લાખ કારીગરો બન્યા બેરોજગાર
અગાઉ હીરા ઉદ્યોગમાં મંદી આવતા એમ્બ્રોઇડરીનો સહારો મળ્યો હતો પણ GST આવ્યા બાદ ધંધામાં મંદી આવી છે. મંદીને કારણે અમદાવાદના 6 લાખ કારીગરો બેરોજગાર બન્યા
- Advertisement -
ગુજરાતમાં 23 વર્ષથી ચાલતો એમ્બ્રોઇડરીનો ધંધો પડી ભાંગ્યો છે છે. લાખો કારીગરો આ ધંધામાં કામ કરી પેટિયું રડતા હતા, પરંતુ GST આવ્યા બાદ ધંધાની પડતી શરૂ થઈ હતી. મહત્વનું છે કે, હાલમાં ધૂળ ખાતા મશીનો પર પહેલા 24 કલાક કામ ભરતકામ એટલે કે એમ્બ્રોઇડરી વર્ક કામ ચાલતું હતું. જોકે છેલ્લા 2 વર્ષથી વેપારીઓ પાસે ધંધો નથી જેના કારણે મશીન બંધ હાલતમાં છે. GSTને કારણે રોકાણકારો સ્ટોક નથી કરતા જેના કારણે તેમને હવે વર્ક ઓર્ડર નથી મળી શકતો. જોબ વર્કના મળવાને કારણે હવે મશીન ચલાવતા વેપારીઓ મશીન વેચી રહ્યા છે. જે મશીનમાં એક કાપડ પર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં 30 રૂપિયા નફો મળતો હતો તે હવે 10 રૂપિયા પણ નથી મળો રહ્યો જેના કારણે ખર્ચ તો વધ્યો છે જ પરંતુ તેની સામે કામ નથી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક લોકો એમ્બ્રોઇડરીના કામથી રોજગારી મેળવતા પરંતુ હવે GSTનું ગ્રાહક લાગ્યા બે વર્ષથી મંદી છે. હીરા ઉદ્યોગમાં મંદી આવતા હીરાના વેપારીઓ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં જોડાયા જે બાદ એક દાયકો આ ઉદ્યોગ સારો ચાલ્યો હતો. અમદાવાદમાં પહેલા બે મહિના કામ બંધ રેહતું પણ હવે ધંધો પડી ભાંગતા 2 મહિના ચાલે છે અને 10 મહિના બંધ રહે છે. મજૂરી ભાવ ઘટયો અને મટીરીયલ ભાવ વધ્યો છે.
વિગતો મુજબ 2002માં જ્યારે મશીનોની શરૂઆત થઈ ત્યારે તે 4 લાખમાં મળતું પરંતુ હવે ટેકનોલોજી વધી એટલે તેના ભાવ 28 લાખ થયા પરંતુ તેના સામે ધંધો નથી. મંદીનો ઓછાયો એટલો વધ્યો કે, લોકો હવે મશીન વેચી ઉદ્યોગ બંધ કરી રહ્યા છે. એમ્બ્રોઇડરી ઉદ્યોગ એસોસિએશનના જણાવ્યા મુજબ શહેરમાં 7 લાખ લોકો એમ્બ્રોઇડરી વર્ક કરતા હતા જેની સંખ્યા મંદીને કારણે હવે માત્ર 1 લાખ કારીગરો જ કામ કરી રહ્યા છે.
- Advertisement -
આ તરફ હવે હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારો બેરોજગાર બન્યા છે ત્યારે એમ્બ્રોઇડરી ઉદ્યોગ પણ બંધ થવાને આરે છે. વેપારીઓ અને કારીગરોની માગ છે કે, ધંધો ફરી ઉભો થાય તે માટે GST અને MSMEના નિયમોમાં થોડો બદલાવે આવે તો લાખો લોકો ને રોજગારી અને વેપારને વેગ મળી શકે તેમ છે.