ચૂંટણી પંચે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલ અરજીને શરતો સાથે મંજૂર કરી છે. પેરોલ દરમિયાન ગુરમીત રામ રહીમના હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ગુરમીત રામ રહીમ ચૂંટણી પ્રચારની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.
ચૂંટણી પંચે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલ અરજીને શરતો સાથે મંજૂર કરી છે. પેરોલ દરમિયાન ગુરમીત રામ રહીમના હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ગુરમીત રામ રહીમ કોઈપણ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં અને ગુરમીત રામ રહીમ સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં.
- Advertisement -
આ શરતો સાથે ગુરમીત રામ રહીમને પેરોલની અરજીને ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપી દીધી છે. પરંતું જો શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ગુરમીત રામ રહીમની પેરોલ રદ્દ પણ થઈ શકે છે. હવે હરિયાણા સરકાર ગુરમીત રામ રહીમને પેરોલ પર બહાર આવવા માટેનો આદેશ જાહેર કરી શકે છે. શક્યતાઓ છે કે ગુરમીત રાહ રહીમ કાલે જેલની બહાર આવી શકે છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશનાં બાગપતનાં બરનાવા આશ્રમમાં તેઓ રહેવા જઈ શકે છે.
રામ રહીમે 20 દિવસની પેરોલ માંગી હતી. આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી, રાજ્ય સરકારે મુખ્ય ચૂંટણી અધિકારીને પેરોલ માટે વિનંતી મોકલી હતી. બદલામાં સીઈઓએ દોષિતની મુક્તિ માટે હળવા અને અનિવાર્ય સંજોગો વિશે માહિતી માંગી હતી.
ગુરમીતને પેરોલ કે ફરલો મળી હતી?
- Advertisement -
24 ઓક્ટોબર 2020: રામ રહીમને તેની હોસ્પિટલમાં દાખલ માતાને મળવા માટે પ્રથમ વખત 1 દિવસનો પેરોલ મળી હતી.
21 મે 2021: તેની માતાને મળવા માટે બીજી વખત 12 કલાક માટે પેરોલ આપવામાં આવી હતી.
7 ફેબ્રુઆરી 2022: ડેરા ચીફને તેના પરિવારને મળવા માટે 21 દિવસની રજા મળી હતી.
જૂન 2022: 30 દિવસ માટે પેરોલ મળ્યો. યુપીના બાગપત આશ્રમમાં મોકલવામાં આવ્યો હતો.
14 ઓક્ટોબર 2022: રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન તેઓ બાગપત આશ્રમમાં રહ્યા અને મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કર્યા.
21 જાન્યુઆરી 2023: છઠ્ઠી વખત 40 દિવસ માટે પેરોલ મળ્યો. તે શાહ સતનામ સિંહની જન્મજયંતિમાં હાજરી આપવા માટે જેલમાંથી બહાર આવ્યો હતો.
20 જુલાઈ 2023: સાતમી વખત 30 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર.
21 નવેમ્બર 2023: રામ રહીમ 21 દિવસની ફર્લો લઈને બાગપત આશ્રમ ગયા હતા.
19 જાન્યુઆરી 2024: 50 દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો. આ એ સમય હતો જ્યારે લોકસભાની ચૂંટણી નજીક હતી.
13 ઓગસ્ટ 2024: હાઈકોર્ટે 21 દિવસની ફર્લો મંજૂર કરી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી અને યુપીમાં પેટાચૂંટણી નજીક છે.
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ બે શિષ્યો પર બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે. ડેરા પ્રમુખ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.