અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં બીમારીનો તાગ અગર મશીનોથી મેળવવામાં આવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા!
- Advertisement -
અનેક શબ્દો એવા છે જેનો રોજબરોજની જિંદગીમાં બહુ છૂટથી ઉપયોગ થતો હોવા છતાં તેના સાચા અર્થ, તેના યિફહ તભજ્ઞાય વીશે બહુ જૂજ લોકો જ્ઞાત હોય છે. શાસ્ત્રો પઢી લેવા, વિજ્ઞાનની વાતો ગોખી નાખવી તે એક વાત છે અને અંતિમ સત્યને જાણી લેવું, તેની અનુભૂતિ પામવી તે એક બીજી જ બાબત છે. પરંતુ, આ બીજી બાબતના તળ પ્રદેશ સુધી પણ ભાગ્યે જ કોઈ પહોચતું હોય છે. આવી કેટલીક બાબતોમાં એક “નિદાન” છે. અંગ્રેજીમાં જેને ઉશફલક્ષજ્ઞતશત કહેવામાં આવે છે.
સ્વાસ્થ્યના સંદર્ભમાં નિદાનનો સીધો સાદો અર્થ એ છે કે જે તે વ્યક્તિને શું સમસ્યા છે, તેનું “મૂળ કારણ” શું છે તેનો તાગ મેળવવો. સમસ્યાનો ઈલાજ પણ એટલી જ જટિલ બાબત છે પણ તે એ પછીના ક્રમે આવે છે અને વળી તેની અસરકારકતાનો આધાર નિદાન પર એટલે કે રોગની સમજ પર હોય છે. અહી જે એક રસપ્રદ વાત વિચારવા જેવી છે તે એ કે કોઈ વ્યક્તિ ખૂબ સખ્ખત બીમાર હોય, તે અનેક માંદગીથી ઘેરાયેલી હોય તો શું આ અનેક માંદગી અનેક રોગ તેને એકી સાથે રાતોરાત થયા હોય છે? કે વારાફરતી આગળ પાછળ થયા હોય છે? જો એક જે સમયે ન થયા હોય તો તેનો એક બીજા સાથેનો કોઈ સંબંધ ખરો કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે છફક્ષમજ્ઞળ હોય છે? અલબત્ત બીમારીઓ ફિક્ષમજ્ઞળ નથી હોતી એટલું તો આજના આ દિવસ સુધીમાં સહુ કોઈ સમજી ગયા છે. આ સંજોગોમાં ઉપરના સ્તરે દેખાતી તમામ બીમારીઓનું મૂળ કારણ શું એ જાણવું મૂળભૂત રીતે જરૂરી બની રહે છે. વળી આ જ બાબત આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની પોકળતા ખુલ્લી કરે છે જે એવું માનીને ચાલે છે કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે. તેની આવી માન્યતાના કારણે જ તો દરેક સ્વાસ્થ્ય સમસ્યા માટે તેમની પાસે જુદી જુદી બ્રાન્ચ છે. જોકે આ વાત તો હજુ કેટલાક લોકો સમજતા પણ હશે પરંતુ એક અત્યંત મહત્વની વાત જે અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે. આ સંદર્ભમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને લઈને એક મહત્વનો પ્રશ્ન એ બની રહે છે કે તેમની પાસે માણસના શરીર અને મગજને અંદરથી નીરખવા, તેની સ્થિતિ જાણવા, તેના શરીરની અંદર રહેલા દ્રવ્યો અને અવયવોના પૃથક્કરણ માટે અત્યાધુનિક સાધનોની તો એક એવડી મોટી ફોજ છે કે સામાન્ય ડોકટર તે વસાવવાની તો કલ્પના પણ ન કરી શકે. ડછફુ મશીન અને તેમાં પણ તેની નવી નવી અત્યાધુનિક પદ્ધતિઓ, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમારાઈ અને તે પછી પણ અનેક ચોક્કસ અવ્યવસ્થાને ઝડપી લેવા બીજા અનેક ટેસ્ટ છે અનેક સાધનો છે. તે પછી પણ બીમારીઓનું ચોક્કસ નિદાન થતું હોય છે ખરું? તમે અનેક વખત જોયું હશે કે તમામ ટેસ્ટ નોર્મલ કે તેની આસપાસના રિપોર્ટ આપતા હોય, એટલે કે ટેસ્ટ રિપોર્ટ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોવાના નિર્દેશ આપતા હોય અને માણસ પથારીમાથી ઊભો પણ ન થઈ શકતો હોય! માણસનું જીવન પૂરું થઈ જાય પણ નિદાન માટેના અલગ અલગ ટેસ્ટની વાતો પૂરી જ ન થાય! એક પછી એક એક પછી એક એક પછી એક એમ ઢગલા મોઢે ટેસ્ટમાં છ આઠ મહિના કાઢી નાખ્યા હોય, દર્દી જેમનો તેમ હોય અને તમે વળી આ તમામ રિપોર્ટ લઈ કોઈ બીજા જ ડોકટર પાસે જાવ તો એ કહેશે કે આ બધા ટેસ્ટ તો ફરીથી કરાવવા પડશે, ઘણો સમય વિતી ગયો છે! તો અહી સવાલ એ ઊભો થાય છે કે એલોપથી તબીબો બીમારીનો તાગ અગર મશીનોથી મેળવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા! અજીબ વાત છે કે તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં એક માણસ ખાટલે પડ્યો છે અને તમામ રિપોર્ટ વધુ ઓછા અંશે ખરાબ કે પોઝિટિવ હોવા છતાં એક માણસ સંપૂર્ણ સક્રિય છે, દોડાદોડ કરે છે ધંધો કરે છે દેશ ચલાવે છે અને ખિલખિલાટ કરે છે! તો નિદાન શું ચીજ છે બીમારી શું ચીજ છે સારવાર શું ચીજ છે મેડિકલ સાયન્સ ઇટ સેલ્ફ શું ચીજ છે!
આ વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની નથી. નિદાનની પોકળતા કે સાચું નિદાન કરવાની વિવિધ મેડિકલ સાયન્સની અક્ષમતા બાબતે હજુ સુધી ક્યાંયથી ચિંતનની લહેર ઉઠી નથી પરંતુ આ દિશામાં વિચાર અને સંશોધનો અસંખ્ય નવા સત્યો ઉજાગર કરી શકે એમ છે. માણસના શરીરની સ્થિતિ અને તે માહેના વિવિધ અવયવો દ્રવ્યોનું ઝવય ળજ્ઞતિં હજ્ઞલશભફહ પૃથ્થકરણ અને વર્ગીકરણ શું હોઈ શકે? શું પ્રકૃતિએ લોહી બનાવ્યું હશે ત્યારે તેની રેસિપી એ પરિભાષામાં હશે કે આમાં આટલા ટકા રેડ બ્લડ સેલ્સ નાખવા છે આટલા ટકા વ્હાઈટ બ્લડ સેલ્સ નાખવા છે આટલું હિમોગ્લોબીન રાખવું છે. શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!
- Advertisement -
શરીરના અવયવો સિસ્ટમ દ્રવ્યો વિગેરેના માનવીય પૃથથકરણ વર્ગીકરણ વિગેરે આપણને સ્વાસ્થ્યની સ્થિતિને સમજવાના ક્ષેત્રમાં સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એટલે જ તો પૂરેપૂરી માનવજાત બીમારીઓમાં સબડી રહી છે. વિશ્વના સહુથી અમીર દેશના મોસ્ટ પોશ વિસ્તારમાં રહેતા માલેતુજારો અને આપણી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો એક જ સરખા ઇન્ફેક્શન અને એક સરખી બીમારીઓનો ભોગ બને છે! તેમના નિદાન તેમની સારવાર તેમને રોગોમાંથી બચાવી શકતા નથી. વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના નિદાનની પોકળતની નથી, વાત નિદાન માત્રાની છે. અને તેથી તેમાં આયુર્વેદ નિદાનની વાત પણ આવી જાય છે. તેની પાસે પણ રોગના નિદાન માટે પોતાની આગવી પદ્ધતિ છે. તેની પાસે પણ બીમારીઓના કારણ અંગે પોતાની આગવી સમજ છે. તેની પાસે પણ શરીરની પ્રકૃતિનું વર્ગીકરણ છે પૃથ્થકરણ છે. ત્રિદોષની વાત કરે છે તેઓ. કફ પિત્ત વાયુની વાત કરે છે તેઓ. પરંતુ ગર્ભમાં માનવીના શરીરના ક્રમિક ઘડતર માટે પ્રકૃતિની રેસિપી શું આ વૈદોની પરિભાષામાં જ હશે. કફ પિત્ત વાયુની આદર્શ માત્રા નક્કી કરતી વખતે પ્રકૃતિના હૃદયે એક જ સંકલ્પ હોય ને કે આને દોડતો રાખવો છે. શરીરની સ્થિતિ અંગેનું માનવીનું પૃથ્થકરણ વર્ગીકરણ આપણને સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગેરમાર્ગે દોરે છે. વૈદ્યો કહેતા કે સરદાર પટેલ પીત પ્રકૃતિના ગાંધી વાયુ પ્રકૃતિના અને નહેરુ કફ પ્રકૃતિના હતા પણ સત્ય એ છે કે આ ત્રણેય એ સાથે મળીને જ દેશ માથે લીધો હતો. નિદાનનું સત્ય સમજવાની આપણી નિષ્ફળતાના કારણે જ પેઢી દર પેઢીથી આયુર્વેદ સારવાર લેતા લાખો લોકો આપણી પાસે છે અને છતાં આપણે એમ કહી છીએ કે આયુર્વેદ રોગના મૂળ સુધી પહોંચે છે.
તો પછી રોગના મૂળ સુધી પહોંચે છે કોણ? રોગના સાચા સ્વરૂપને યોગ્ય રીતે ઓળખે છે કોણ? લગભગ તમામ નિદાન અંધને હાથીની ઓળખ જેવા છે. યુરોપ અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં આયુર્વેદ નથી ને ફક્ત એલોપથી છે ત્યાં પણ લોકો દેખીતી કે કામચલાઉ રીતે સાજા થઈને ઇતિહાસ રચતા જ રહે છે. આપણી ઝૂંપડપટ્ટીના લોકોનું પણ ના તો કોઈ નિદાન થાય છે ના તો કોઈ તેમને ખબર છે કે આયુર્વેદ કઈ બલાનું નામ છે છતાં તેઓ સાજા થઈ જ જાય છે! તો સવાલ એ ઊભો થાય છે કે શું શાશ્વત સ્વાસ્થ્ય આયુર્વેદ કે અન્ય કોઈ પથીના નિદાન અને સારવારથી સંભવ છે ખરું? હજ્જરો વર્ષ પહેલાં પર્યાવરણ સંપૂર્ણ શુદ્ધ હતું, ઇકો સિસ્ટમ ક્યાંય પણ થી ડેમેજ ન્હોતી, આયુર્વેદ ઋષિમુનિઓનો સૂર્ય મધ્યાંહે તપતો ત્યારે પણ રોગો હતા, ત્યારે પણ ભયંકર રોગ હતા, ત્યારે પણ રાજા મહારાજાના સાચા નિદાન ન થતાં અને એટલે જ તેઓ મહિનાઓ અને વર્ષો સુધી ખાટલે પડી રહેતા! આમ હજજારો વર્ષ પહેલાં પણ સાચું નિદાન ન થતું અને હજજારો વર્ષ પછી આજે પણ સાચું નિદાન એ કદાચ કલ્પનાની જ વાત છે.
મુખ્ય વાત છે શરીરમાં જમા થયેલા જ્ઞિંડ્ઢશક્ષ! વળી આ જ્ઞિંડ્ઢશક્ષ ને પણ આપણે તેના સંપૂર્ણ સાચા સ્વરૂપમાં ઓળખી નથી શકતા. હા, શરીરમાં જ્ઞિંડ્ઢશક્ષ ના ભરાવા પર આપણે યોગ્ય ખાનપાન અને સાચી જીવનશૈલીથી નિયંત્રણ જરૂર મેળવી શકીએ. હા, પ્રાકૃતિક ચિકિત્સા થકી એ જ્ઞિંડ્ઢશક્ષ નો ભરાવો અસરકારક રીતે દૂર કરી ચિરંજીવ સ્વાસ્થ્ય પ્રાપ્ત જરૂર કરી શકીએ.