લંડનમાં વિઠ્ઠલ રુક્મિણી મંદિરનું નિર્માણ થશે, જે ભક્તો માટે વૈશ્વિક સીમાચિહ્નરૂપ બનશે
15મીથી 18000 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય શોભાયાત્રા, પંઢરપુરથી શરૂ થઈને બાવીસ દેશમાંથી 18,000 કિલોમીટર લાંબી શોભાયાત્રા જમીન અને પાણીના માર્ગે 70 દિવસે લંડન પહોંચશે
- Advertisement -
લંડનમાં ટૂંક સમયમાં એક ભવ્ય શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિર બનાવવામાં આવશે, જે વિશ્વભરના ભક્તો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ મંદિર વારકરી સંપ્રદાયની ઊંડી આધ્યાત્મિક પરંપરાઓ અને પંઢરપુરની પવિત્ર વારીને પ્રતિબિંબિત કરશે, જે મહારાષ્ટ્રના વારસાને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવશે
પંઢરપુરનું શ્રી વિઠ્ઠલ-રૂકમણી મંદિર દેશભરમાં વિખ્યાત છે. હવે આ સંત પરંપરાની ગાથા સાત સમુદ્ર પાર પહોંચશે. લંડનમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી વિઠ્ઠલ-રૂકમણીનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. એ નિમિત્તે 15 એપ્રિલથી પંઢરપુરથી લંડન સુધીની વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય શોભાયાત્રા શરૂ થઈ રહી છે. શ્રી વિઠ્ઠલ-રૂકમણીની પાદુકા સાથેની આ શોભાયાત્રાનો ઉદેશ લંડનમાં નવું મંદિર બનાવવાનો જ નહીં; પંઢરપુરની શોભાયાત્રાની આત્મીયતા, ભક્તિ અને એકતાનો અનુભવ આખી દુનિયાને અપાવવાનો છે. પંઢરપુરથી શરૂ થઈને બાવીસ દેશમાંથી 18,000 કિલોમીટર લાંબી શોભાયાત્રા જમીન અને પાણીના માર્ગે 70 દિવસે લંડન પહોંચશે. જાણીતા શેફ વિષ્ણુ મનોહરે મંગળવારે નાગપુરમાં પ્રેસ-કોન્ફરન્ટસ કરી હતી.
એમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં ભારતનાં અનેક મંદિરો છે, પણ હજી સુધી પંઢરપુરનાં શ્રી વિઠ્ઠલ-રૂકમણીનું એક પણ મંદિર બનાવવામાં નથી આવ્યું. આથી લંડનના વિઠ્ઠલ મંદિર ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભક્તિના પ્રતીક એવા શ્રી વિઠ્ઠલ-રૂકમણી મંદિરની ગાથા દુનિયા જાણે એ માટે પંઢરપુરથી લંડન સુધીની સૌપ્રથમ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં એક વાહનમાં શ્રી વિઠ્ઠલ-રૂકમણીની પાદુકા હશે જેની વિવિધ સ્થળે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભારત, નેપાલ, ચીન, રશિયા સહિત યુરોપના વિવિધ દેશોમાંથી પસાર થઈને શોભાયાત્રા 70 દિવસે લંડન પહોંચશે.
- Advertisement -
આ શોભાયાત્રામાં પંઢરપુરના શ્રી વિઠ્ઠલ-રૂકમણી મંદિર સમિતિનો સહયોગ મળ્યો છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સંસદસભ્ય ઉદયનરાજે ભોસલે સહિત વારકરી સંપ્રદાયના પ્રમુખોએ શુભેચ્છા આપવાની સાથે જરૂરી સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ શોભાયાત્રામાં ઇંગ્લેન્ડનાં 48થી વધુ મરાઠી મંડળ તેમ જ અખાતના કેટલાક દેશ, જર્મની, આયરલેન્ડ અને અમેરિકાના તામિલ, ગુજરાતી, કન્નડ અને તેલુગુ ભાવિકો પણ સહભાગી થશે.