ઇમ્ફાલ યુદ્ધ જહાજ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી અદ્યતન વિનાશક હોવાનું ગૌરવ ધરાવે છે
ખાસ-ખબર સંવાદદાતા
રડાર-ડોજિંગ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS ઇમ્ફાલ આવતીકાલે ભારતીય નૌકાદળમાં જોડાશે. તેને નેવીના વેસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલ આ યુદ્ધ જહાજ જમીનથી જમીન હુમલો કરવા ભારતીય મિસાઈલ સિસ્ટમ બ્રહ્મોસથી પણ સજ્જ છે. નૌકાદળના કાફલામાં તેના સમાવેશથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે. આ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે શક્તિશાળી સંરક્ષણ પૂરું પાડવામાં મદદ કરશે.
INS ઈમ્ફાલ લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવામાં સક્ષમ છે. નેવીનું આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર-પૂર્વ ભારતના કોઈ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 16 એપ્રિલ 2019 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ નામને મંજૂરી આપવામાં આવી હતી. આ યુદ્ધ જહાજના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને તેને 26 ડિસેમ્બર 2023ના રોજ તેને નેવીમાં સામેલ કરવામાં આવશે. ક્રેસ્ટ ઓફ યાર્ડ (ઇમ્ફાલ) પ્રોજેક્ટ 15ઇ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શ્રેણીનું ત્રીજું જહાજ છે. જેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
INS ઇમ્ફાલને મુંબઈમાં નૌસૈનિક ડોકયાર્ડમાં કમિશન કરવામાં આવશે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. આ જહાજને 20 ઓક્ટોબરના રોજ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. આ જહાજનો 75 ટકા ભાગ ભારતમાં નિર્મિત થયો છે. આ ઉપરાંત આમાં તૈનાત મિસાઈલો પણ ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે. ગયા મહિને જ વિસ્તૃત રેન્જ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ પણ તેના દ્વારા સફળતાપૂર્વક છોડવામાં આવી હતી. ભારતમાં બનેલા આ યુદ્ધ જહાજમાં તેના કમિશનિંગ પહેલા જ આ પ્રકારનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ યુદ્ધ જહાજમાં શું છે ખાસ?
તેનું વજન 7,400 ટન છે અને કુલ લંબાઈ 164 મીટર છે
INS ઇમ્ફાલને બંદર અને સમુદ્ર બંનેમાં વ્યાપક ટ્રાયલ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી 20 ઓક્ટોબરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું
ઇમ્ફાલ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ છે, જેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું
યુદ્ધ જહાજના નિર્માણમાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
30 નોટથી વધુની ઝડપે સક્ષમ આ જહાજને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું છે
સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને અજઠ હેલિકોપ્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (ગઇઈ) યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ કામ કરવા માટે સક્ષમ છે