ચલણી નોટોના સુરક્ષા ફીચરમાં ઉપયોગમાં લેવાતા ખાસ રંગ મિગ્મેન્ટનું નિર્માણ દેશમાં થશે
ભારતીય કરન્સી નોટોના નિર્માણને પૂરી રીતે સ્વદેશી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેમાં ઉપયોગ થનારા સુરક્ષા ફિચર કે જે એક ખાસ પ્રકારનાં મિગ્મેન્ટ (ખાસ પ્રકારનો રંગ) માંથી બનેલા હોય છે. તેનુ નિર્માણ પણ દેશમાં જ થશે.
- Advertisement -
વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર)ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા નેશનલ ફીઝીકલ લેબોરેટરી (એનપીએલ) આના પર કામ કરી રહી છે. એનપીએસનાં ડાયરેકટર પ્રો.વેણુગોપાલ આંચટાએ જણાવ્યું હતું કે એનવીએલે આ મીગ્મેન્ટના નિર્માણ માટે કામ શરૂ કરી દીધુ છે.
અલગ અલગ રંગોના આ મિગ્મેન્ટનો કરન્સી નોટોમાં ફીચર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.દરેક રંગ માટે અલગ મિગ્મેન્ટની જરૂરત હોય છે. હાલ તેને વિદેશથી આયાત કરવામાં આવે છે.
મિગ્મેન્ટ તૈયાર કરવા માટે એનપીએલ અને કરન્સી નોટ તૈયાર કરનારી એજન્સી ભારતીય પ્રતિભૂત મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડ વચ્ચે કરાર થયા છે.
પ્રો.વેણુગોપાલે જણાવ્યું હતું કે કરન્સી નોટોની છપાઈ માટે શાહી પણ એનપીએલે તૈયાર કરી છે જેની ટેકનિક એરોન ઈન્ટર નેશનલને હસ્તાંતરીક કરાઈ છે.આ શાહી ઓપ્ટીકલી વેરીએબલ હોય છે જે અલગ અલગ ખૂણાથી જુદી નજરે પડે છે.