રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે ત્યારે બન્ને ટીમ રાજકોટ આવી પહોંચી છે. ત્યારે આજે મેદાનમાં ઓસ્ટ્રેલિયાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી.
- Advertisement -
આવતીકાલની મેચ માટે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. બપોરે 1 વાગ્યે ઓસ્ટ્રેલિયાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે સાંજે 4 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવા પહોંચી હતી.