શાકભાજી નહીં, સોનું કહો!
શાકભાજીના ભાવમાં એક નાનો એવો વધારો આપણી જેવા સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખતો હોય છે. ડુંગળી જેવી વસ્તુમાં ભાવ વધારો આપણે ત્યાં સરકાર ઉથલાવી શકે છે. લીંબુ ટામેટાના ભાવમાં વૃદ્ધી આપણે ત્યાં કરોડો લોકો માટે પ્રહસનનો વિષય બની જાય છે. આ છે આપણી સામાન્ય લોકોની લાચાર દુનિયા! બીજી તરફ એક આખું અલગ વિશ્વ એવા લોકોનું છે જેમની પસંદના શાકભાજીની એક કિલોની કિંમતમાં આપણી જેવા પરિવારના છ મહિના કે વર્ષ ટૂંકા થઈ જાય!
ક્યાં છે એ શાકભાજી, તેની શું ખાસિયતો છે, તેના શું ગુણો છે અને તે કેવા હોય છે તે અંગે ચાલો કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
- Advertisement -
*1. યુરોપિયન વ્હાઇટ ટ્રફલ*
આ શાક મશરૂમનો જ એક પ્રકાર છે. તેના ભાવ ઘણા ઊંચા હોય છે. તે આપોઆપ જ ઝાડ પર ઉગે છે. તેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા પ્રતિ કિલો રહે છે. તેને વિશ્વનું સૌથી મોંઘું મશરૂમ માનવામાં આવે છે. તેને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
*2. યામાશિતા સ્પિંચ*
- Advertisement -
આપણે ત્યાં પાલકની ભાજીની એક ઝૂડીનો મહત્તમ ભાવ બે અઢી હજાર રૂપિયાની એક જેવો હોય છે. આ ઓફ સિઝનાનો વધુમાં વધુ ભાવ છે. બાકી સીઝનમાં તો પાલક દસ રૂપિયાની દસ ઝૂડી મળી રહે છે. જોકે તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વનું જે એક સહુથી મોંઘુ શાક છે તે એક ખાસ પ્રકારની પાલકની ભાજી છે. તેનું નામ આ જાત વિકસાવનાર ખેડૂત યામાશિતા અસાફૂમીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ભાજીના ઉત્પાદકો વાવણીથી લઈને લણણી સુધીના પ્રત્યેક તબ્બકે તેના પર ઝીણવટભર્યું ધ્યાન આપે છે. તેની ખેતી માઇક્રો ફાર્મિંગ સિસ્ટમથી જ કરવામાં આવે છે. તેના ઉત્પાદકો એક સીઝનમાં ફક્ત સાત શાક ઉગાડે છે. ભાજીના પાનાંનુ કદ, તેનો રંગ, તેની રચના, તેના સ્વાદ જેવી તમામ બાબતો પર તેઓ સત્તત કાર્યરત રહે છે. તદુપરાંત, આ ભાજી કેવળ મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ્સ અને તેના જેવા કેટલાક જૂજ ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. આમ, તેમની મર્યાદિત પ્રાપ્યતા અને તેમના ઉચ્ચ-પ્રોફાઇલ ખરીદદારો સાથે મળીને, તેની કિંમતને એક ઝૂડી દીઠ સેંકડો ડોલરના આંક પર પહોચાડે છે.
*3. હોપ્સ*
આ શાક પરંપરાગત રીતે બીયર બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલ છે. હોપ્સ માત્ર એક કડવો સ્વાદ ઉમેરતી ખાદ્ય ચીજ નથી બલ્કે તેનાથી ઘણું વિશેષ છે. હોપ્સની ખેતી કરવા માટે ચોક્કસ તાપમાન, ચોક્કસ સૂર્યપ્રકાશ અને જમીનની ખાસ સ્થિતિ સાથે અનન્ય વાતાવરણની જરૂર હોય છે. તદુપરાંત તે સમજ પૂર્વકનો ખુબ શ્રમ માંગી લે છે.તેનો પાક યોગ્ય સમયે હાથથી જ ચૂંટવાનો હોય છે. વધુમાં, તે કેનાબેસી (ભાંગ) પરિવાર સાથે સંકળાયેલ હોવાથી તે એક અનુસંધાન પાના નં.10
અનન્ય ખાદ્ય વનસ્પતિ બની રહે છે. અનુસંધાન પાના નં.10
આ પરિબળો તેની કિંમતને ઘણી ઊંચી લઈ જાય છે. કાચા હોપ અંકુરનો સ્વાદ કડવો અને કડક હોય છે, પરંતુ તેનો તાજો ઉપયોગ થતો નથી. એકવાર રાંધ્યા પછી, તેના સ્વાદ સાથે ધરતીની સુગંધ પ્રગટે છે.
વસંતઋતુમાં જંગલી હોપના છોડ પર હોપ અંકુર મળી આવે છે. કેટલાક હોપ ફાર્મ પણ હોપ શૂટ પસંદ કરી રહ્યા છે અને તેને વેચીને સારી કમાણી કરી રહ્યા છે. ઘણા હોપ શૂટ પ્રેમીઓ વસંતઋતુમાં કેટલાક અંકુર મેળવવા માટે હોપ છોડ રોપતા હોય છે. તેના ચાહકો તેને માખણમાં મીઠું અને લીંબુના રસ સાથે સાંતળે છે. તેમનો નાજુક સ્વાદ બટાકા, માછલી અથવા ચિકન સાથે સારી રીતે મેચ કરે છે.
હોપ શૂટ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તેમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ સહિત વિવિધ પોષક પ્રોફાઇલ હોય છે. તે એન્ટીઑકિસડન્ટોથી પણ સમૃદ્ધ છે અને દાહ વિરોધી ગુણધર્મો ધરાવે છે જે સ્વાસ્થ્યને મજબૂત કરે છે. વધુમાં, હોપ્સમાંના સંયોજનો જેમ કે ઝેન્થોહુમોલ આરામ પ્રદાન કરી શકે છે અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે.
બેલ્જિયમ અને હોલેન્ડ એવા દેશો છે જ્યાં હોપ શૂટ સૌથી વધુ લોકપ્રિય છે અને આ હેજરો જેવી સ્વાદિષ્ટતા માટે પ્રતિ કિલો એ1,000 સુધી ચૂકવવા તૈયાર છે.
*4. લે બોનોટ્ટે બટાકા*
ફ્રાન્સના નોઈર્માઉટિયર ટાપુ પર વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવતા લે બોનોટ્ટે બટાકા સીવીડથી ભરેલી જમીનમાં ખીલે છે, જે તેનો માટીની સોડમ વાળો વિશિષ્ટ સ્વાદ સર્જે છે. આ સ્વાદિષ્ટ શાકની લણણી અમુક ખાસ સમુદાય દ્વારા હાથેથી જ કરવામાં આવે છે. આ બાબત તેના સ્વાદની અનન્યતાને જાળવી રાખે છે. તેની વાર્ષિક ઉપજ ન્યૂનતમ હોય છે, જે તેને દુર્લભ ખાદ્ય સ્ત્રોત બનાવે છે અને તેની કિંમતને પ્રતિ કિલોગ્રામ પાંત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચાડી દે છે.
*5.માત્સુંટેક મશરૂમ્સ*
તજ અને પાઈનની યાદ અપાવે તેવી તેની અનોખી સુગંધ સાથે માત્સુતકે મશરૂમ્સ જાપાનીઝ ભોજનનો મુખ્ય ભાગ છે. આ મશરૂમ્સ ચોક્કસ વૃક્ષની પ્રજાતિઓ સાથે જટિલ સહજીવન સંબંધ ધરાવે છે, તેની ખેતીનું કામ અત્યંત ગૂંચવણ ભર્યું હોય છે. પાઈન વિલ્ટ નામના એક રોગે તેની ઉપજમાં ખાસ્સો ઘટાડો કર્યો છે. આ બાબત તેની અછત અને છેવટે તેની ઊંચી કિંમતમાં ફાળો આપે છે.
*6. સફેદ શતાવરી*
ઘણી જગ્યાએ તેને “રજવાડી શાક” તરીકે ઓળખવામાં આવે છે, સફેદ શતાવરી બે વર્ષની ખેતી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની ખેતી કરતા ખેડૂતો તેના છોડમાં લીલા દ્રવ્યની વૃદ્ધિને રોકવા માટે છોડ પર માટીનું આવરણ કરે છે અથવા તો તેના પર કાળું પ્લાસ્ટિક લગાવી દે છે. પરિણામે આ શાકનો રંગ સફેદ થાય છે. તેની લણણીની પ્રક્રિયા પણ એટલી જ કપરી હોય છે. નુકસાનને રોકવા માટે તેમાં મોટા ભાગનું કામ હાથે જ કરવું પડે છે. આ તમામ બાબતો તેની કિંમતને ઝૂડી દીઠ 250 ડોલર સુધી પહોંચાડી દે છે.
*7. ગુલાબી લેટીસ*
“ઇટાલિયન લા રોઝા ડેલ વેનેટો રેડિકિયો” અથવા ગુલાબી લેટીસ કોઈપણ વાનગીમાં રંગોની છટા બદલી નાખે છે. આ લેટીસની વિશેષતા તેનો કડક કડવો સ્વાદ છે. મીઠા અને ચરબીથી ભરપુર ઘટકો સાથે તેનું સંયોજન ઉત્કૃષ્ઠ સ્વાદનું સર્જન કરે છે. તેના છોડના નિયત વિકાસ અને ચોક્કસ શ્રેષ્ઠ રંગ તથા સ્વાદ સુનિશ્ચિત કરવા માટે લણણી માટે જરૂરી ચોક્કસ સમય નક્કી કરવો પડે છે. તેની કિંમતો કિલોના આઠ હજાર રૂપિયા સુધી પહોંચે છે.
*8. સ્પેનિશ વટાણા*
“ગ્રીન કેવિઅર” તરીકે ઓળખાતા સ્પેનિશ વટાણાની સીઝન વસંતઋતુમાં માત્ર થોડા અઠવાડિયા માટે હોય છે. તેનું વાર્ષિક ઉત્પાદન ઘણું ઓછું હોય છે. તેનો મીઠો સ્વાદ જાળવવા માટે તે પૂરેપૂરા પાકી જાય ત્યારે હાથથી તેને ચૂંટવામાં આવે તે જરૂરી હોય છે. આવી ખાસ વિશિષ્ટ ઉત્પાદન પ્રક્રિયા પ્રતિ કિલો તેનો ભાવ લાખ રૂપિયા સુધી પહોંચાડી દે છે.
*9. વસાબી રુટ*
અધિકૃત વસાબી રુટ, જે ગ્રીન પેસ્ટથી ઘણા અલગ હોય છે, જે ઘણીવાર સુશી રેસ્ટોરન્ટમાં જોવા મળે છે, તેનો વિકાસ ખૂબ જ ચોક્કસ પરિસ્થિતિઓ માંગી લે છે. તેને સ્વચ્છ, વહેતું પાણી, ચોક્કસ ાઇં સ્તર અને સતત, ઠંડુ તાપમાન જોઈએ છે. ખેતીમાં આ મુશ્કેલી, તેના તીક્ષ્ણ સ્વાદ સાથે, વાસ્તવિક વસાબી મૂળની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયા સોળ હજાર સુધી પહોંચાડી દે છે.
*10. રોમેનેસ્કો બ્રોકોલી*
રોમેનેસ્કો બ્રોકોલીની રચનાની સુંદરતા, તેની જટિલ ફ્રેક્ટલ પેટર્ન તેની ખેતી દરમિયાન ચુસ્ત પણે લેવી પડતી ચોક્કસ પ્રકારની તકેદારીનું પરિણામ છે. આ શરતોનું જ્યારે બરાબર પાલન થાય ત્યારે તેના અનન્ય સર્પાકાર ફળો રચાય છે, આ જ તેની દુર્લભતામાં ફાળો આપે છે અને તેની કિંમત નંગ દીઠ 25000 રૂપિયા સુધી પહોંચાડી દે છે.
*11. ગુચ્છી મશરૂમ*
ભારતમાં આ રજવાડી શાકની કિંમત કિલો દીઠ ત્રીસ થી પચ્ચાસ હજાર રૂપિયા સુધી રહે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં તે આપમેળે જ ઉગી નીકળે છે. તેને તોડવા ઉચા જોખમી પહાડો પર ચડવામાં જાનની બાજી લગાવવી પડતી હોવાથી તેની કિંમત ઘણી ઊંચી રહે છે, યુરોપ અમેરિકાના અતી ધનાઢ્ય લોકોમાં તેની ખુબ માંગ છે.
ફ્રાન્સના લા બોનેટ્ટે બટાકાની કિંમત કિલો દીઠ પાંત્રીસ હજાર રૂપિયા સુધીની હોય છે: માત્સુટેક મશરૂમની ખેતીનું કામ અત્યંત અટપટું હોવાથી તેના ભાવો હંમેશા સામાન્ય લોકોની પહોંચ બહારના હોય છે
યામાશિતા પાલક કહેવાને તો એક જાતની પાલકની ભાજી છે પણ તેની એક ઝુડીનો ભાવ બે અઢી હજાર રૂપિયા જેવો હોય છે