ગધેડાંઓ હરગીઝ મૂર્ખ પ્રાણી નથી!
ગુજરાતના હાલારી ગધેડાં બીજા ક્રમની શ્રેષ્ઠ પ્રજાતિ છે
- Advertisement -
હાલના સંશોધન મુજબ ગધેડીનું દૂધ ગીર ગાયના દૂધ કરતાં પણ બહેતર છે, તેનો ભાવ પાંચથી સાત હજાર રૂપિયા લિટર છે
આપણે જેને ગધેડાં કહીએ છીએ તે પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ અશ્વ પરિવારના સભ્ય છે. હજજારો વર્ષથી આપણે તેનો આપણાં સહાયક તરીકે ઉપયોગ કરતા આવ્યા છીએ. ગધેડાં વજન વહન કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે પણ તે તેજ ગતિનું પ્રાણી ના હોવાના કારણે તેની ક્ષમતાઓ તરફ દુર્લક્ષ સેવી તેને આપણે મૂર્ખ કે ઓછી બુદ્ધિનું પ્રાણી સમજીએ છીએ, પરંતુ ગધેડાં કમ અક્કલ હોતા નથી. અન્યને ગધેડા કહેનાર લોકો ના તો ગધેડાંને ઓળખતા હોય છે ન તો તેમને પ્રકૃતિના અદભૂત સર્જનમાં રહેલ સમગ્રતાના ખ્યાલની કોઈ સમજ હોય છે. હું કોઈને ગધેડાં કહેતો નથી કારણ કે કોઈ માનવીમાં ગધેડામાં જે કેટલીક અદભૂત ખાસિયત હોય છે તે નથી હોતી. ખેર, આવા સુંદર મસ્ત ગધેડાંઓનું મૂળ વતન પૂર્વ પૂર્વ આફ્રિકા છે અને તેઓ ઉત્તર આફ્રિકા અને અરબી દ્વીપકલ્પના ડુંગરાળ રણમાં ઉદ્ભવ્યા છે. આમ તેઓ રણમાં જીવન જીવવાની બેમિસાલ ક્ષમતા ધરાવે છે. તેમના અસ્તિત્વના સહુથી જૂના પુરાવાઓ 7000 વર્ષ જૂના છે. આજથી 3000 વર્ષ પહેલાં તેઓ ઉત્તર આફ્રિકાના પર્વતીય રણોથી દક્ષિણ પશ્ચિમ એશિયા સુધી ફેલાઈ ગયા હતા. અમેરિકામાં ગધેડાને સહુ પ્રથમ વખત ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકાની પોતાની બીજી મુલાકાત વખતે લઈ આવ્યો હતો. 1495માં અમેરિકાના હિસ્પેનિઓલા બંદર પર તેનું સહુ પ્રથમ આગમન થયું હતું. 19મી સદીના ગોલ્ડ રશના સમયગાળા સુધી તે પૂરા પશ્ચિમ અમેરિકામાં માલ વહન માટેની પહેલી પસંદગી હતી. ત્યાર પછીના સમયગાળામાં અમેરિકામાં ખાણ ખનીજ પ્રવૃત્તિના સ્વરૂપમાં બદલાવ આવતા તેમને ત્યાંથી સ્થળાંતર થવા લાગ્યું હતું અને છેવટે ત્યાં તેઓને જંગલોમાં સ્થાયી કરવામાં આવ્યા હતા. આજે પણ વિશ્વમાં ગધેડાની વસ્તુ લગભગ 3.5 કરોડ જેટલી છે. વિશ્વના 40 મિલિયનથી વધુ ગધેડામાંથી, લગભગ 96% પછાત દેશોમાં છે, જ્યાં તેઓ મુખ્યત્વે પેક પ્રાણીઓ તરીકે અથવા પરિવહન અથવા કૃષિમાં ડ્રાફ્ટ વર્ક માટે ઉપયોગમાં લેવાય છે. માનવ શ્રમ પછી ગધેડો એ કૃષિ શક્તિનું સૌથી સસ્તું સાધન છે. તેના પર સવારી કરી શકાય છે અથવા તેનો ઉપયોગ થ્રેસીંગ, પાણી વધારવા, પીસવા અને અન્ય કામ માટે પણ થાય છે. વિકસિત દેશોમાં જ્યાં માલ પરિવહન માટે તેનો ઉપયોગ નહિવત કે શૂન્ય થઈ ગયો છે ત્યાં ગધેડાનો ઉપયોગ ખચ્ચરના બ્રિદિંગ માટે, ઘેટાંની રક્ષા માટે, બાળકો અથવા પ્રવાસીઓ માટે ગધેડાં પર સવારી માટે અને પાલતુ પશું તરીકે થાય છે. જ્યારે પાળેલી પ્રજાતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આફ્રિકન જંગલી ગધેડાં એક લુપ્તપ્રાય પ્રજાતિ છે.
સૌથી ગરીબ દેશોમાં કામ કરતા ગધેડાંનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે – વધુ સમૃદ્ધ દેશોમાં તેઓનું આયુષ્ય 30 થી 50 વર્ષ હોઈ શકે છે. સહુથી વધુ જીવનાર ગધેડાની ઉંમર 2002માં તેનું મૃત્યુ થયું ત્યારે 54 વર્ષની હતી. તેનું નામ સૂઝી હતું. સુઝીની માલિકી બેથ ઓગસ્ટા મેન્ઝર (યુએસએ)ની હતી અને તે ગ્લેનવુડ, ન્યુ મેક્સિકો, યુએસએમાં રહેતી હતી. ઘોડાઓ કરતાં ધીમા હોવા છતાં જમીન પર ગધેડાની અદભૂત પક્કડ હોય છે. અને તે ગમ્મે તેવા જોખમી પર્વતીય વિસ્તારોમાં ભારે વજન સહિત અચૂક સમતુલાથી લાંબુ અંતર કાપી શકે છે. ઊંટ ઘોડા હાથી પડી જાય પણ ગધેડા ક્યારેય પડતા નથી. ગધેડાઓ હઠીલાપણા માટે કુખ્યાત પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ આ તેમના દ્વારા પ્રદર્શિત કરતા સ્વ-બચાવની વધુ મજબૂત ભાવનાને આભારી છે. તેમ છતાં તેમના વર્તન અને સમજશક્તિનો ઔપચારિક અભ્યાસ મર્યાદિત છે, ગધેડા એકદમ બુદ્ધિશાળી, સાવધ, મૈત્રીપૂર્ણ, રમતિયાળ અને શીખવા માટે ઉત્સુક હોય છે. માદા ગધેડી સામાન્ય રીતે લગભગ 12 મહિના માટે ગર્ભવતી હોય છે, જોકે સગર્ભાવસ્થાનો સમયગાળો 11 થી 14 મહિના સુધી ઉપર નીચે થાય છે અને સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. જોડિયા બાળકોનો જન્મ ભાગ્યે જ થાય છે. ગધેડા માટે સૌથી યોગ્ય ખોરાક પરાગરજ અને ઘાસ છે. આપણે એવું સમજી શકતા નથી કે ઘોડા અને ગધેડાંની આહાર જરૂરિયાતો ઘણી અલગ હોય છે. ગધેડાઓ આખો દિવસ ચરવાનું પસંદ કરે છે
- Advertisement -
એટલે જો તેઓ પર દેખરેખ રાખવામાં ન આવે તો તેનું સ્વાસ્થ્ય જોખમાય શકે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જ્યાં મોટા સસ્તન શાકાહારીઓની ગેરહાજરીમાં છોડનો વિકાસ થયો છે, જંગલી ગધેડા મૂળ છોડ માટે લુપ્ત થવાનો વાસ્તવિક ખતરો છે. ગધેડાઓ જ્યાં તેઓ મૂળ ન હોય તેવા રહેઠાણોમાંથી દૂર કરવાના પ્રયાસોએ ઘણો વિવાદ પેદા કર્યો છે, જેમાં જીવવિજ્ઞાનીઓ અને અન્ય સંરક્ષણ જૂથો સામે પ્રાણી અધિકાર જૂથો ઉભા થયા છે જેઓ ગધેડાને એલિયન પ્રજાતિ તરીકે જુએ છે અને જૈવવિવિધતા સંરક્ષણ માટે જોખમ માને છે. એક સમયે, ગધેડા માટે સમાનાર્થી “ગર્દભ” વધુ સામાન્ય શબ્દ હતો. “ગધેડો” શબ્દનો પ્રથમ રેકોર્ડ ઉપયોગ ક્યાં તો 1784 અથવા 1785 માં થયો હતો. જ્યારે ગધેડો શબ્દ અન્ય મોટાભાગની ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં કોગ્નેટ કરે છે, ગધેડો એ વ્યુત્પત્તિશાસ્ત્રની રીતે અસ્પષ્ટ શબ્દ છે જેના માટે કોઈ વિશ્વસનીય ઓળખ મેળવવામાં આવી નથી. નર ગધેડાને જેક, માદાને જેનેટ અથવા જેન્ની અને બાળકને વછેરો કહેવામાં આવે છે. પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં, ગધેડાંને ઘણીવાર બુરો કહેવામાં આવે છે.
પૌરાણિક કથાઓમાં, લોકકથાઓમાં અને ધર્મમાં, ભાષામાં અને સાહિત્યમાં ગધેડાંનાં ઘણાં સાંસ્કૃતિક સંદર્ભો છે.
બાઇબલમાં ગધેડાંનો ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવ્યો છે, જે પ્રથમ પુસ્તકમાં શરૂ થાય છે અને જૂના અને નવા કરારમાં ચાલુ રહે છે, તેથી તેઓ જુડિયો-ખ્રિસ્તી પરંપરાનો ભાગ બન્યા છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટની ભવિષ્યવાણી મુજબ, મસીહા ગધેડા પર આવવાનું કહેવાય છે; “જુઓ, તમારો રાજા તમારી પાસે આવી રહ્યો છે – તે ન્યાયી અને મુક્તિ ધરાવતો, નમ્ર છે અને ગધેડાં પર સવાર છે, એક વછેરો, ગધેડાનું બચ્ચું!” (ઝખાર્યા 9:9). નવા કરાર મુજબ, આ ભવિષ્યવાણી ત્યારે પૂરી થઈ જ્યારે ઈસુ પ્રાણી પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશ્યા (મેથ્યુ 21:4-7, જ્હોન 12:14-15). ખ્રિસ્તી ધર્મના ઉદય સાથે, કેટલાક આસ્થાવાનોએ ગધેડાની પીઠ અને ખભા પર ક્રોસ-આકારનું નિશાન જોવા મળ્યું, જે પ્રાણી ઈસુને હથેળી પર જેરુસલેમમાં લઈ જવાના પ્રતીક તરીકે છે.
મધ્ય યુગ દરમિયાન, યુરોપિયનો આ ક્રોસમાંથી વાળનો ઉપયોગ કરતા હતા (અથવા ગધેડા સાથે સંપર્ક) માંદગીની સારવાર માટે લોક ઉપચાર તરીકે, જેમાં ઓરી અને કફની ઉધરસનો સમાવેશ થાય છે.
1400 ની આસપાસ, એક ચિકિત્સકે વીંછીના ડંખના ઈલાજ તરીકે ગધેડાં પર પાછળની તરફ સવારી કરવાની સૂચિબદ્ધ કરી હતી. ગધેડાઓની સૌથી લાંબી લાઇનમાં 16 જૂન 2012ના રોજ ફ્રાન્સના ગ્રોસોવરમાં 65 ગધેડાઓનો સમાવેશ થતો હતો જે એક સાથે એક ગાડી ખેંચી રહ્યા હતા. ગધેડા સંબંધિત વસ્તુઓનો સૌથી મોટો સંગ્રહ ડેલોરેસ ડી જોન (યુએસએ)નો છે. તેણી પાસે ગધેડા સંબંધિત 690 વસ્તુઓ છે જે તેણે 1976 થી એકત્ર કરી છે.
“વૈજ્ઞાનિકો કહે છે કે ગર્દભનું દૂધ માનવ દૂધની સૌથી વધુ નજીક છે”
ગધેડીના આ દૂધની કિંમતની સરખામણીમાં ગીર ગાયનું દૂધ તો મફત ગણાય! જેને ગીર ગાયનું સારામાં સારું દૂધ કહેવામાં આવે છે તેની કિંમત મુંબઈ જેવા શહેરોમાં પણ બસ્સો રૂપિયે લીટરથી વધુ નથી પરંતુ ગધેડીના દૂધની કિંમત અમેરિકામાં 4800 રૂપિયે લિટર છે. યુરોપિયન દેશોમાં 13000 રૂપિયે લિટર છે. ગધેડીનુ દૂધ વિશ્વની શ્રેષ્ઠ નસ્લની ગાયના દૂધ કરતાં વધુ પૌષ્ટિક અને ગુણકારી કહેવાય છે. તમે અમારા આ શબ્દો લખી રાખજો કે આવનારા પાંચ સાત વર્ષમાં ભારતમાં પણ ગધેડીના દૂધ સર્વત્ર મળવા લાગશે. હાલમાં જ રામદેવજી મહારાજે ગધેડીના દૂધની ભારે પ્રશંસા કરી જ છે જે આવનારા સમયનો સંકેત આપે છે. ગૌમાતાના આ દેશને કુરિયન જેવી કોઈ એક વ્યકિત જો વિશ્વમાં ભેંસના દૂધનો સહુથી મોટો ઉત્પાદક બનાવી શકતો હોય તો આ દેશને ગધેડીનું દૂધ પીતો કરી જ શકાય. જોકે માલ પરિવહનમાં વાહનોના મહત્તમ ઉપયોગના કારણે દેશમાં ગધેડાની સંખ્યા 30 35 વર્ષ અગાઉની સંખ્યા કરતા દસ ટકા જ રહી છે. સૌંદર્ય, રોગ પ્રતિકારક શક્તિ અને વૃદ્ધાવસ્થા સામે આપણાં હાલારી ગધેડીનું દૂધ ભારે ગુણકારી ગણાય છે. અત્યારે આ દૂધ રૂ. 2000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે
સંશોધન સંસ્થાઓના તારણો મુજબ હાલારી ગધેડીના દૂધમાં માતાના દૂધ જેવાં જ પોષક તત્વો હોય છે.
ગધેડીનું દૂધ તેના ઔષધીય અને કોસ્મેટિક ગુણધર્મો માટે હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાય છે, પરંતુ ગધેડીના દૂધના સૌથી જૂના રેકોર્ડ આજથી પાંચ હજાર વર્ષ પૂર્વેનો છે અને તે ઇજિપ્તના બેસ-રિલીફ્સના સંદર્ભે છે. ગધેડીના દૂધના ઔષધીય ગુણો વિશે લખનાર સૌપ્રથમ, હિપ્પોક્રેટ્સે (460-370 બીસી) હતા, તેઓએ તેને તાવ, ઝેર અને ઘા સહિતની ઘણી પરિસ્થિતિઓ માટે સૂચવ્યું હતું.
રીનેઇસન્સ પીરીયડ
આ સમય દરમિયાન, ફ્રાન્સના ફ્રાન્સિસ ઈંએ બીમારીમાંથી સાજા થવા માટે ગધેડીના દૂધનો ઉપયોગ કર્યો હતો, અને ફ્રેન્ચ પ્રકૃતિવાદી જ્યોર્જ-લુઈસ લેક્લેર્ક (1707-1788) એ તેના ફાયદા વિશે લખ્યું હતું.
ફ્રાન્સમાં ડો. પેરોટ અનાથ બાળકોને ગધેડીના દૂધનું સીધું સ્તનપાન કરાવતા હતા અને બીમાર બાળકો અને વૃદ્ધોને ખવડાવવા અને સાજા કરવા માટે ગધેડીનું દૂધ વેચવામાં આવતું હતું.
ગધેડીનું દૂધ ઇટાલીમાં કેટલાક શિશુ અને તબીબી ન્યુટ્રાસ્યુટિકલ્સનું મુખ્ય ઘટક છે. ગધેડીના દૂધમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટી-બેક્ટેરિયલ એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે.તેમાં ઓમેગા -6 થી ઓમેગા -3 ફેટી એસિડનો ગુણોત્તર ઓછી હોયછે, અને તેના ાઇં સ્તર અને પોષક મેકઅપની દ્રષ્ટિએ તે માનવ સ્તન દૂધની સૌથી નજીક છે.
જોકે ગધેડીનું દૂધ બહુ ઓછી માત્રામાં પ્રાપ્ય હોય છે, કારણ કે માદા ગધેડીઓ (જેની) ખૂબ જ ઓછું દૂધ ઉત્પન્ન કરે છે, માત્ર 4 કપ (1 લિટર) પ્રતિ દિવસ.તે ફ્રીઝ-ડ્રાય પાઉડર દૂધ અને કેટલાક યુરોપિયન-આયાતી ચોકલેટ બારમાં ઘટક તરીકે વધુ વ્યાપકપણે વપરાય છે.
કોસ્મેટિક પ્રોડક્ટ ઉપરાંત ઔષધિય ઉત્પાદનોમાં ગધેડીના દૂધનો વ્યાપક ઉપયોગ થવાની સંભાવના NRCE)ના મતે માગ વધે તો દૂધનો ભાવ લીટર દીઠ રુ. 7000 જેટલો પણ થઈ શકે છે. યોગ્ય માવજત અને સુવિધાના અભાવે ખુબ જ ફાયદાકારક હોવા છતાં હાલારી ગધેડા લુપ્ત થવાની કગાર પર છે. ગુજરાતમાં જામનગર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિ વિશે સંશોધન કરનાર સંસ્થા નેશનલ રીસર્ચ સેન્ટર ઓન ઇક્વાઇન (ગછઈઊ)ના તારણો મુજબ, હાલારી ગધેડીનું દૂધ અત્યંત ગુણકારી હોય છે. બ્યુટી ટ્રીટમેન્ટ, રોગપ્રતિકાર શક્તિ અને ખાસ તો વધતી ઉંમર સાથે શરીરનો ઘસારો રોકવા માટે હાલારી ગધેડીનું દૂધ ખૂબ ફાયદાકારક નીવડે છે. હાલ રુ. 2000 પ્રતિ લિટરના ભાવે વેચાતું દૂધ આગામી સમયમાં રુ. 7000ને પાર કરે તો પણ નવાઈ નથી. હાલારી ગધેડા ભારતમાં હયાત પ્રજાતિઓમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ ગણાય છે.