સુરત : પાસોદરા રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગમાં ગેરકાયદેસર કબજો જમાવવા આવેલા સૌરાષ્ટ્રના નામચીન ચાર શખ્સો ગત્ત રાત્રે સરથાણા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા લોકો પાસેથી હાથ બનાવટની ચાર પિસ્તોલ, જીવતા કારતુસ 13, ચાર મોબાઇલ સહિત કુલ 45,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે લુખ્ખા તત્વો માટે આ કેસ અસામાજીક તત્વો ચેતવણી રૂપ છે. સુરતના પાસોદરા રોડ પર આવેલા જે.બી ડાયમંડ સ્કુલની પાછળ બ્લોક નં 59 સિદ્ધિવિનાયક ગ્રીન બિલ્ડીંગ D ના ત્રીજો માળે સૌરાષ્ટ્રની ગેંગે કબ્જો જમાવ્યાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સલીમ ઇબ્રાહીમ ઠેબા, સાજીદ સુલ્તાન ઠેડા, હનીફ અલ્લારખા દરગાઝા, ઉમર કાસમ પટ્ટણીને ઝડપી લેવાયા હતા. ચારેય પાસેથી દેશી બનાવટની પિસ્તોલ 13 નંગ કારતુસ મળી આવ્યા હતા.