ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 25થી 27 દરમિયાન ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ધો. 10ની પરીક્ષામાં સવારના 10થી 1-15 અને બપોરના 3થી 6-15 કલાક દરમિયાન પેપર લેવાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે. આ ઉપરાંત દરેક સેન્ટરનાં બિલ્ડીંગને સેનેટાઈઝ કરાશે તેમજ દરેક બિલ્ડીંગમાં સેનેટાઈઝ મૂકાશે. ઉલ્લેખનીય છેકે, ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ આ વખતે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવામાં આવનાર હોય આ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ હવે પછી બોર્ડ જાહેર કરનાર છે.