સુરતમાં કોરોના ને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમે ધીમે પાટે ચડી રહ્યા છે ત્યારે વ્યાજખોરોનાં ત્રાંસથી આપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે ત્યારે ૧૨ દિવસથી ગુમ થયેલા અડાજણનાં વેપારીએ વ્યાજખોરોનાં ત્રાંસ થી હજીરા માં જઈ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો મૃતકે સુસાઈટ નોટમાં વ્યાજખોરોનાં નામ સાથે પોતાના મોત માટે ૬ લોકોને જવાબદાર ઠેરાવ્યા છે સુસાઇટ નોટમાં લખ્યું છે કે મને લોકો બહુ ટોર્ચર કરે છે અને લોકો મને જીવવા દેતા નથી અને વ્યાજખોરો ઓફિસમાં આવી મારી નાખવાની ધમકી પણ આપે છે હવે મારાથી સહન થતું નથી હું જાઉં છું સુસાઈટ કરવા અડાજણનાં કેતન સોપારીવાલા નાં ગાયબ થવા અંગેની જાણ ૧૧ દિવસ પહેલા ચોક બજાર પોલીસને કરવામાં આવી હતી તે દરમિયાન કેતન સોપારીવાલા ની લાશ હજીરા દરિયા કિનારેથી મળી આવી હતી અને સુસાઈટ નોટ પણ કેતન સોપારીવાલા ની ઓફીસ માંથી મળી આવી હતી જેમાં કેતને સોપારીવાલા એ પોતાના મોત માટે ૬ લોકોને જવાબદાર ઠેરાવ્યા હતા પોલીસને ઘટનાસ્થળેથી કેતન સોપારીવાલા ની બાઈક પણ ઘટના સ્થળેથી મળી આવી હતી અને ઝેરી દવા પણ મળી આવી હતી સુસાઈટ નોટમાં ત્રાંસ આપનાર મનહર ઘીવાલા, કૈલાસબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા,મિહિર વીરાણી, આશિષ તમાકુવાલા અને સંજયભાઈ નામની વ્યક્તિઓનાં ત્રાંસ થી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ આ મામલે પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી આ મામલાને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ વાતની ગંભીરતા ને લઈને ડીજીપી આશિષ ભાટિયાએ કડક કાર્યવાહી વ્યાજખોરો સામે કરવાનો આદેશ આપ્યો છે.
- સુનિલ ગાંજાવાલા