સુરત માં જીલાની બ્રિજ વેડ દરવાજા થી અડાજણ તરફ જતાં લબરમુછીયાં ઓ બેફામ બન્યા છે

આ લબરમુછીયાં નાં માં-બાપ બેજવાબદાર રીતે વાહનો અપાવી દે છે તેના પરિણામે તેઆે અન્યો ના જીવન જોખમ માં મુકે છે લગભગ ૨ થી ૩ ફેમિલીવાળા વાહન ચાલકો ને આ લબરમુછીયાં ઓને લીઘે અકસ્માત નડતાં નડતાં રહી ગયો છે ત્યાંથી પસાર થતાં જાગૃત લોકો એ તે મને પકડી ને ખુબજ માર માયૉ અને ચોકાવનારી વાત એ હતી કે તેમની પાસે ગાડી નાં કાગળ, નંબર પ્લેટ,કે લાઈસન્યસ જેવાડોકયુમેન્ટો પણ ન હતાં આ લોકો છેક ઉઘના થી અહીં રેસીંગ માટે આવ્યા હતાં પોલીસ સ્ટેશન એ લઈ જવાનો પ્રયાસ કરતાં તેમનાં મળીયાઓ દાદાગીરી કરી નાશી છૂટયાં હતાં ફકત જીલાની બ્રિજ જ નહીં પરંતુ સમગ્ર શહેર માં અને ખાસ કરી ને ગૌરવપથ અને વી.આઈ.પી. રોડ પર પણ આવા લબરમુછીયાઓ બેફામ બન્યા છે આવા લોકોના ભોગે અકસ્માત માં કોઈ નિર્દોષ માણસ મરી જાય તો જવાબદારી કોની? પીલીસ એ માસ્ક અને હેલ્મેટ વગર ના ને દંડ કરવા કરતાં આવા લોકો ને પકડી કડકમાં કડક કાયૅવાહી કરવાની જરૂર છે

  • ક્રિશાંગ ગાંજાવાલા