આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરાયું છે. સવારે 8 વાગતા પહેલા જ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ મૂકાઈ ગયુ છે, વિદ્યાર્થીઓ હવે આ પરિણામ જોઈ શકશે. તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ મેળવી શકશે. પરિણામ આવતા જ સારા ગ્રેડ આવનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પરિણામમાં નવાઈની વાત તો એ છે, આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાએ 100 ટકા પરિણામ મેળવીને સફળતા હાંસિલ કરી છે. તો શિક્ષણનગરી ગણાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ છે.
- Advertisement -
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.22 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
સોથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ડાંગ (95.41%)
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો – વડોદરા (76.49%)
સૌથી ઓછુ પરિઆમ ધરાવતુ કેન્દ્ર – ડભોઈ (56.43%)
સૌથી વધુ પરિણામ ધરાવતા 3 કેન્દ્ર – સુબીર, છાપી, અલારસા (100% પરિણામ)
1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ
1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરાયું છે.સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર સુબિર, છાપી, અલારસા છે. જ્યારે ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી વધુ એટલે કે 95.41 ટકા આવ્યું છે. નવાઈની વાત એ છે કે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા નોંધાયું છે. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ 89.23 ટકા નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 45.45 ટકા આવ્યું છે. એક જ સ્કૂલનું પરિણામ 10 ટકાથી ઓછું છે. જ્યારે 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
- Advertisement -
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.
2,092 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
62,734 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો
84,629 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો
76,492 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો
34,839 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો
2,602 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 3, 2022
ધોરણ-10નું પરિણામ 6 જૂનના રોજ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ 2022 ની પરીક્ષાનું પરિણામ તારીખ 06\06\2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિધ્ધ થશે.
કેટલા વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા
રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આવતીકાલે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ આવશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.www.gseb.org પર જઈ પરિણામ જોઇ શકાશે.
ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો લેવાશે રી ટેસ્ટ
કોરોનાકાળમાં સતત 2 વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જોવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. ત્યારે રાજ્યમાં ધો-9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે.13 જૂન સ્કૂલ શરૂ થયા બાદ ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી છે. બાળકોના અભ્યાસ પર અસર પડતા નિર્ણય લેવાયો છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો