By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    5 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    5 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    7 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    7 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને વિશેષ સહાય 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને વિશેષ સહાય 
ગુજરાતરાજકોટ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને વિશેષ સહાય 

Khaskhabar Editor
Last updated: 2023/09/05 at 2:49 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE
– રાજકોટ જિલ્લામાં 256 બાળકોને NMMS રાષ્ટ્રિય શિષ્યવૃતિઃ ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કૂલ રૂ. 48,000 પૈકી દર વર્ષે અપાય છે રૂ. 12,000
મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કવોલીફાઇડ શિક્ષકો, રમત ગમતના મેદાનોવાળી આધુનિક શાળાઓના મકાનો, મધ્યાહન ભોજન, વિના મૂલ્યે પુસ્તકો,  કોમ્પ્યુટર લેબ, વાઇફાઇની સુવિધાઓ, ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ, ધો.8 ની બાળાઓને સાયકલ, સ્માર્ટ સ્કુલ, બાલ વાટિકા, કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબલેટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આર્થિક તંગી ન રહે અને અભ્યાસમાં પ્રોત્સાહન મળે એ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની પ્રોત્સાહન સહાય સ્કોલરશીપરૂપે આપવામાં આવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કૈલાના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તેજસ્વી બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી ધો.8માં અભ્યાસ કરતાં બાળકોને NMMS નેશનલ મેરીટ કમ સ્કોલરશીપ રાષ્ટ્રિય શિષ્યવૃતિ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ગુજરાતના 5600 બાળકો આ સ્કોલરશીપ મેળવવા અરજી કરી હતી જેમાં 256 જેટલા રાજકોટ જિલ્લાના બાળકોને કૂલ 48,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય ધો.9 થી 12 દરમિયાન દર વર્ષે રૂ. 12,000 લેખે આપવામાં આવે છે.
એજયુકેશન ઇન્સપેકટર યોગેશ ભટ્ટના જણાવાયા અનુસાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ RTE, સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપીને રાજય સરકારની શિષ્યવૃત્તિ મળેવવા હકદાર બને છે. સરકારી સ્કુલમાં રૂ.7,000 અને ખાનગીમાં રૂ. 25,000 જેટલી રકમ આપવામા આવે છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહયો છે.
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ ધો.6થી 12માં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપી શકે છે. જેમાં રાજકોટ જિલ્લાના 1,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં ધો.6 થી 8 માટે રૂ. 20,000, ધો.9થી 10 માટે રૂ. 22,000, ધો.11 અને 12 માટે રૂ. 25,000 વાર્ષિક મળે છે.
શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રિય અને રાજય પારિતોષિક વિજેતા શિક્ષકો :-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતના એક માત્ર શિક્ષક ઉમેશભાઇ વાળાને આ રાષ્ટ્રિય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલ સેન્ટ મેરી (ગ્રાન્ટેડ) સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેશભાઇને તેમના વિષયમાં તેમની શાળાનું છેલ્લા 3 વર્ષોથી 100 ટકા પરિણામ આવ્યું છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ઉપરાંત તેઓ મજૂરોના બાળકોને તેમની વસ્તીમાં જઇને ભણાવે છે. શહેરની ઝુંપડપટ્ટી, ફુટપાથ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ નિયમિતપણે કેમ્પ યોજે છે.
રાજ્ય સરકાર રાજ્યકક્ષાનો ‘‘શ્રેષ્ઠ શિક્ષક’નો પુરસ્કાર વર્ષ 2021માં અને “બેસ્ટ પ્રિન્સિપલ” તરીકેનો એવોર્ડ રાજકોટના શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યા ડો. સોનલબેન ફળદુને એનાયત થયો હતો. તેઓને ડ્ર્રોપ આઉટ રેશિયો ઘટાડવા, શાળામાં સેનેટરી પેડ મશીનના ઇન્સ્ટોલેશન, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા”સ્વચ્છ ભારત” અભિયાનમાં વિજેતા બનવા શાળાને ડિજિટલ સ્કૂલ તરીકે સહિતની ઉત્તમ કામગીરી માટે રાજય સરકારે આ સન્માન આપ્યુ હતું.
હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નંબર 47માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ડાભી શારીરિક વિકલાંગ હોવા છતાં આત્મનિર્ભર છે. તેઓને રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ, મળ્યો  છે. તેઓ વર્ગખંડમાં ‘લર્નિંગ બાય ડુઈંગ’ના કન્સેપ્ટનો ઉપયોગ કરે છે. શાળામાં ભૌતિક સુવિધા વધારવામાં રસ દાખવી, સ્વખર્ચે મ્યુઝીક સિસ્ટમ, માઈક, શૈક્ષણિક પોસ્ટર્સ, શાળાનો ઘંટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વેશભૂષા વસાવ્યાં છે. બાળકોને શાળાએ આવવું ગમે તે માટે શાળાને સુંદર ચિત્રોથી આકર્ષક બનાવી છે. તેમજ શાળા કક્ષાએ યોજેલા ‘સેટરડે સ્પેશિયલ’, ‘સ્કીલ ડેવલપમેન્ટ ઈન ગર્લ્સ’ જેવા પ્રોજેક્ટસની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.

You Might Also Like

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

સુરતમાં ભેદવાડા ખાડી ઓવરફ્લો : કારખાનાઓ અને કાપડ માર્કેટ બંધ

TAGGED: chiefminister, COLLAGESTUDENTS, GyanSadhanaMeritScholarshipScheme, RAJKOTDISTRICT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષક દિન- 2023: રાજકોટ જિલ્લા, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
Next Article મધ્યમ-ગરીબ વર્ગ માટે તહેવારની ઉજવણી સોંઘી: જન્માષ્ટમીના તહેવારોમાં ફરસાણના ભાવોમાં ઘટાડો કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?