જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા આગામી સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરના મધ્યમ- ગરીબ વર્ગના રહેવાસીઓ જન્માષ્ટમીનો તહેવાર કુટુંબીજનો સાથે આનંદ તથા ઉલ્લાસથી માણી શકે તે હેતુથી વિવિધ ફરસાણ તથા લાઈવ ગાંઠિયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મુજબ આયોજનમાં જોડાયેલ તમામ વેપારીઓ તેલના પ્રકાર પ્રમાણે અંદાજે પ્રવર્તમાન બજાર ભાવ કરતાં 15% જેટલા નીચા ભાવે વેચાણ કરવા અંગે સર્વ સંમતિ આપેલ હતી. તે મુજબ 15 સપ્ટેમ્બર સુધી તહેવારને અનુલક્ષીને વેપારીઓ સિંગતેલના લાઈવ ગાંઠીયા રૂ 450 ના બદલે રૂ.380 અને ફરસાણ રૂ.350ના બદલે રૂ. 300, કપાસિયા તેલના લાઈલ ગાંઠીયા રૂ. 400 ના બદલે રૂ. 340 અને ફરસાણ રૂ. 320ના બદલે રૂ. 270 તેમજ પામોલીન તેલના લાઈવ ગાંઠીયા રૂ. 380 ના બદલે રૂ. 320 અને ફરસાણ રૂ.240 ના બદલે રૂ. 205 પ્રતિ કિલો વેચાણ કરવામા આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી,રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.