જાણીતા એવા એકટર-ડિરેક્ટર કે વિશ્વનાથના નિધનને લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સેલેબ્સે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના શાનદાર કામ માટે જાણીતા એવા એકટર-ડિરેક્ટર વિશ્વનાથનું નિધન થઈ ગયું છે. 92 વર્ષની ઉંમરમાં એમને હૈદરાબાદ સ્થિત એક હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી તેઓ ત્યાં એડમિટ હતા અને હાલ મળતી રિપોર્ટ અનુસાર વિશ્વનાથ છેલ્લા થોડા સમયથી ઉંમરને લગતી બીમારીઓથી પીડિત હતા.

કે વિશ્વનાથના નિધન પર આ સેલેબ્સએ અર્પી શ્રધ્ધાંજલિ
કે વિશ્વનાથના નિધનને લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સેલેબ્સે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ‘RRR’ સ્ટાર જુનિયર NTR, અભિનેતા મામૂટી, સંગીતકાર AR રહેમાન, દિગ્દર્શક ગોપીચંદ માલિનેની અને અન્ય ઘણા લોકો સહિત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હસ્તીઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભાવનાત્મક પોસ્ટ્સ પોસ્ટ કરીને વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપી છે.

જુનિયર એનટીઆરએ લખી ઈમોશનલ નોટ
જણાવી દઈએ કે જુનિયર એનટીઆરએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈમોશનલ નોટ સાથે કે વિશ્વનાથની તસવીર શેર કરી છે. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું, “તેલુગુ સિનેમાને પ્રસિદ્ધ કરનાર લોકોમાં વિશ્વનાથનું એક ઊંચું સ્થાન છે. એમને ઘણી અવિશ્વસનીય ફિલ્મો આપી. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

મામૂટીએ પણ કે વિશ્વનાથને શ્રદ્ધાંજલિ અર્પી
મલયાલમ સિનેમાના મેગાસ્ટાર મામૂટીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કે વિશ્વનાથને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેમાં લખ્યું હતું, “શ્રી કે વિશ્વનાથ ગરુના નિધનથી ખૂબ જ દુઃખી છે અને એમની સાથે એક ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો.’

એઆર રહેમાને પણ કે વિશ્વનાથને યાદ કર્યા
એઆર રહેમાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કે વિશ્વનાથ સાથે એક થ્રોબેક તસવીર શેર કરી અને સ્વર્ગસ્થ કે વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે “અંજલિ પરંપરા, હૂંફ, હૃદય, સંગીત, નૃત્ય, પ્રેમ…તમારી ફિલ્મોએ મારું બાળપણ માનવતા અને અજાયબીથી ભરી દીધું! #ripkviswanathji,”

અનિલ કપૂરે પણ કે વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપી
આ બધાની સાથે જ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે પણ કે વિશ્વનાથની ઘણી થ્રોબેક તસવીરો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. અનિલ કપૂરે પોસ્ટમાં લખ્યું કે, “કે. વિશ્વનાથજી તમે મને ઘણું શીખવ્યું છે, ઈશ્વર સમયે તમારી સાથે સેટ પર હોવું એ મંદિરમાં હોવા જેવું હતું…RIP’