વેપારીઓને મળશે સસ્તી લોન : અકસ્માત વિમાની સુવિધા પણ મળશે : છૂટક વેપારને મળશે મદદ
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર વેપારીઓને ટૂંકસમયમાં સારા સમાચાર આપશે. સરકાર જીએસટીમાં સરકાર રજીસ્ટર વેપારીઓ અંત રાષ્ટ્રીય રિટેલ વેપાર નીતિ અને અકસ્માત વીમા યોજનાની ઘોષણા કરશે. એક અધિકારીના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત નીતિથી વેપારીઓને યોગ્ય માળખું મળી શકશે. આ નીતિમાં સસ્તા અને સુગમ લોન, છૂટક વેપારનું આધુનિકીકરણ અને ડિજીટલકરણ, વિતરણ શૃંખલા માટે આધુનિક માળખાકીય આધાર, કૌશલ વિકાસ, શ્રમ ઉત્પાદકતામાં સુધારણામાં પ્રભાવી પરામર્શ અને ફરિયાદ નિરાકરણ તંત્રની જોગવાઈ થઇ શકે છે.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાંકીય સેવા વિભાગની સાથે મળીને જીએસટી રજીસ્ટર છૂટક વેપારીઓ માટે વીમા યોજના પર કામ કરી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે સરકાર ફકત ઈ-કોમર્સમાંનીતિગત ફેરફારની પ્રયત્નો કરી રહ્યા છે. જો કે રાષ્ટ્રીય છૂટક વેપાર નીતિ પણ લાવી રહી છે.
ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર રિટેલ ટ્રેડ પોલીસી લાવશે
