• પરખ ભટ્ટ 

(સસુરાલ ગેંદા ફૂલ!

દિલ્હીની રહેવાસી અને હૂપ ડાન્સર એષ્ણા કુટ્ટીનું ‘સસુરાલ ગેંદા ફૂલ’  અઠવાડિયે છાપરાફાડ વાયરલ થયુંનહીંબે મિનિટના ગીત પર હૂપ ડાન્સની ખાસિયત સમી રિંગ સાથેએષ્ણાએ ભારતીય નારીનું આભૂષણ ગણાતી સાડી પહેરીએક વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યોરેખા ભારદ્વાજથી માંડીને ઘણાંય મહાનુભાવોએ તેને ફેસબૂકટ્વિટરવૉટ્સએપઇન્સ્ટા પર શેર કરી એષ્ણાને રાતોરાત વાયરલ કરી દીધીમજાની વાત  છે કે તેની માતા ચિત્રા નારાયણ પોતે ‘ હિન્દુ બિઝનેસ’ ગ્રુપની લેખિકા છે. ‘ હિન્દુના એડિટરે ચિત્રા નારાયણને તેની  દીકરી પર એક લેખ લખવા કહ્યુંતમે જાણો છો લેખનું શીર્ષક શું હતું? ‘મારી દીકરી એષ્ણા કુટ્ટીનો વીડિયો વાયરલ કેવી રીતે થયો?’

(ફરી વખતનવી ઘોડી નવો દા..!?

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા પાછલા દિવસોમાં એક ખતરનાક વૉર્નિંગ જાહેર કરવામાં આવીજેમાં તેઓએ પોતાના રીસર્ચ પેપર ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રીસર્ચમાં ભારત પર કેટ ક્યુ વાયરસનો ખતરો હોવાની સંભાવના બતાવીચેન અને તાઇવાનમાં પોતાનો પ્રભાવ દેખાડી ચૂકેલો  વાયરસ ભૂતકાળમાં ભારતમાં પણ દેખા દઈ ચૂક્યો છેતાવકરોડરજ્જુમાં સોજો અને મગજ પર ખરાબ અસર અંગે વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ ભારતીયોને ચેતવી ચૂક્યા છેહજુ સુધી તેના એકપણ સક્રિય કેસ આપણા દેશમાં જોવા નથી મળ્યા  ગનીમતપરંતુ ભૂંડ અને મચ્છરો દ્વારા ફેલાતો કેટ ક્યુ વાયરસ ભારતીયો માટે ખતરારૂપ તો છે  હકીકત ભૂલવા જેવી નથીલોકોએ સોશિયલ મીડિયા પર ભય વ્યક્ત કર્યો કે ક્યાંક કોરોનામાંથી સાંગોપાંગ પાર ઉતર્યા બાદ કેટ ક્યુ સામે લડવાનો વખત તો નહીં આવે ને?

(સુશાંત!

ફાઇનલીસીબીઆઈ (CBI) પોતાના જાંચ રિપોર્ટમાં દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતને કોઈ ઝેર નહોતું અપાયું  વાત સ્પષ્ટ કરી દીધી છેઅફસરોએ તેના ગળાના નિશાનફ્લેટની ડુપ્લિકેટ ચાવીનો વિવાદ અને ગાયબ સીસીટીવી ફૂટેજને આધારે કોઈ તપાસ હવે હાથ ધરી શકે એમ નથીએમ ચોખ્ખું ને ચટ્ટ જણાવી દીધું છેજોકેહજુ પણ  કેસમાં ઘણા વણઉકેલ્યા પ્રશ્નો છેજેના જવાબો મળશે કે નહીં  વિશે શંકા છે સિવાય દીપિકા પદુકોણસારા અલી ખાનરકુલ પ્રીત સિંઘને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું તેડું મળ્યા બાદ શાહિદ કપૂરકરણ જોહર સહિતના સ્ટાર્સને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે લેખ તમારા હાથમાં આવે  સમયે કદાચ સમન્સ પાઠવી દેવામાં આવ્યું હોય તેવું પણ બને!

(નવરાત્રિને નાતો પછી ચૂંટણીને કેમ હા?

 બેઠકો પર પેટાચૂંટણીના મુદ્દે વિવાદ ગરમાયો છેનવરાત્રિ મુદ્દે સરકાર તરફથી તલવારની ધાર જેવી મસમોટી ‘ના’ સંભળાવી દેવામાં આવી છેગરબા ખૈલેયાઓ માટે  નકાર કોઈ ગાળથી કમ નથીપણ  વર્ષ ઘણાં આકરા બલિદાનો માંગનારું સાબિત થયું છેએમ સમજીને સૌ કોઈ પોતપોતાના રૂટિનમાં પરોવાઈ ગયા છેપરંતુ ચૂંટણીની તારીખો નવેમ્બરમાં જાહેર કરી દેવામાં આવતાં તે અંગે લોકોનો રોષ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છેઑક્ટોબરથી ચૂંટણી ઢંઢેરાઓ અને પ્રચારપ્રસાર માટેની રેલી શરૂ થઈ જશેએટલા સમય પૂરતો કોરોના અદ્રશ્ય થઈ જવાનો છેસાહેબ?

(ટેક્સચોર ટ્રમ્પ?

અમેરિકાના અંગ્રેજી અખબાર ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ દ્વારા પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થવાના થોડા દિવસ પહેલાં ટ્રમ્પની ટેક્સચોરી મામલે જે ધડાકો કરવામાં આવ્યો તેના લીધે આખા વિશ્વના સમાચારપત્રોની હેડલાઇન્સ અને સોશિયલ મીડિયા પર ટ્રમ્પ છવાયેલા છે૨૦૧૬-’૧૭ની સાલમાં ટ્રમ્પે ફક્ત ૭૫૦ ડોલર (૫૦,૦૦૦ રૂપિયાટેક્સ ભર્યો હોવાનો ખુલાસો થયો છેજે ત્યાંના નાગરિકની તુલનામાં ૧૪૦ ગણો ઓછો છેકેમ ભાઈપ્રેસિડન્ટ હોય એટલે ટેક્સ માફ થઈ જાયલોકો સવાલ ઉઠાવી રહ્યા છેબીજી બાજુટ્રમ્પ રાબેતા મુજબ મીડિયાને ગાળો ભાંડી રહ્યા છેતેમનું કહેવું છે કે મારી કંપનીએ દેવાળું ફૂંકીને પણ ટેક્સ ભર્યો છે છાપાવાળા જૂઠ્ઠાં છે!

(અમને માફ કરી દેજેલાડકી!

ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષની દલિત છોકરી પર ચાર પુરૂષોએ બળાત્કાર ગુજાર્યોજેના કારણે તેનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવીતેની જીભ કાપી નાંખી હોવાના અહેવાલ મળ્યાડોક અને કરોડરજ્જુ પણ ભાંગી નાંખવામાં આવી હોવાની વાત મળી૨૦૧૨ની સાલમાં દિલ્હીના નિર્ભયા કાંડ બાદ ફરી ભારતીયોએ દેશભરમાં રેલીઓ કાઢીને પીડિતાને ન્યાય અપાવવા માટે વિનંતી કરીસોશિયલ મીડિયા પર ‘જસ્ટિસ ફોર મનિષા વાલ્મિકી’ હેશટેગ આખું અઠવાડિયું ટ્રેન્ડિંગ રહ્યુંઉત્તરપ્રદેશની પોલીસે ગુપચુપ પીડિતાના અગ્નિસંસ્કાર કરી નાંખ્યા એની સામે પણ લોકોએ આક્રોશ ઠાલવ્યોપોલીસ તો એવું પણ કહી રહી છે કેમનિષાની જીભ કાપવામાં નહોતી આવીતેના પર કોઈ બળાત્કાર ગુજારવામાં નહોતો આવ્યોતેની કરોડરજ્જુ નહોતી તૂટીસત્યઅસત્ય જે હોય તેએક યુવાન હૈયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે દુઃખદ વાત છે.