ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારો આવી રહ્યા છે. જેનું એક કારણ મોડલ આયેશા ઉમર પણ કહેવાય છે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાને લઈને સતત ખબરો આવી રહી છે. પાકિસ્તાની અને UAE મીડિયા અનુસાર, શોએબ મલિક અને સાનિયા મિર્ઝા હવે અલગ થઈ ગયા છે. જિયો ન્યૂઝ અનુસાર, બંને તેમના પુત્ર ઇઝાન મલિકને કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે, પરંતુ તેઓ અલગ થઈ ગયા છે અને સાથે રહેતા નથી.
- Advertisement -
મીડિયાના અહેવાલ મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિક દુબઈના એક વિલામાં સાથે રહેતા હતા. પરંતુ હવે સાનિયા મિર્ઝાએ આ ઘર છોડીને પોતાનું અલગ ઘર લીધું છે. જેથી તે દુબઈમાં રહીને પોતાના પુત્રને કો-પેરેન્ટ કરી શકે. જોકે, હજુ સુધી શોએબ મલિક કે સાનિયા મિર્ઝા તરફથી છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે સાનિયા સાથે છેતરપિંડી કરી છે જેના કારણે છૂટાછેડા આવ્યા છે. તેનું કેન્દ્રબિંદુ મોડલ આયેશા ઉમર છે. વાસ્તવમાં શોએબ મલિકે ગયા વર્ષે આયેશા ઉમર સાથે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. તે ફોટોશૂટથી શોએબનું નામ આયેશા સાથે જોડાઈ રહ્યું છે.
View this post on Instagram- Advertisement -
મલિકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,
શોએબ મલિકે આ ફોટોશૂટ વિશે કહ્યું હતું કે ક્રિકેટર હોવાને કારણે તેને મોડલિંગ સમજાતું નહોતું, પરંતુ આયશાએ આ ક્ષેત્રમાં ઘણી મદદ કરી. તે ઈન્ટરવ્યુમાં જ્યારે શોએબને પૂછવામાં આવ્યું કે તમારી પત્ની સાનિયાએ આયેશા ઉમર વિશે શું કહ્યું? તો શોએબ મલિકે જવાબ આપતા કહ્યું કે સાનિયાએ આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
શોએબ મલિક અને સાનિયાએ 12 એપ્રિલ 2010 ના રોજ હૈદરાબાદમાં એક પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા. શોએબ મલિક સાથે લગ્ન કરવા બદલ સાનિયાનો દેશભરમાં વિરોધ પણ થયો હતો. શોએબ મલિક સાથેના લગ્ન પહેલા સાનિયાએ સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી, જે તેના બાળપણના મિત્ર હતા. પરંતુ કોઈ કારણસર સોહરાબ-સાનિયાની સગાઈ તૂટી ગઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ઈશારો કરી રહી છે
છૂટાછેડાના સમાચારને સાનિયા મિર્ઝાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી મજબૂતી મળી હતી. ગયા અઠવાડિયે સાનિયા મિર્ઝાએ પુત્ર ઇઝાન સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું, ‘એ ક્ષણો જે મને સૌથી મુશ્કેલ દિવસોમાંથી પસાર કરે છે.’ સાનિયાએ એક સ્ટોરી પણ શેર કરી અને લખ્યું કે તૂટેલા દિલ ક્યાં જાય છે, તેમણે અલ્લાહ પાસે જવું જોઈએ.
બીજી તરફ, બુધવારે (9 નવેમ્બર) એક નજીકના મિત્રએ પણ પુષ્ટિ કરી હતી કે તેમના છૂટાછેડા ફાઇનલ થઈ ગયા છે, તેઓ પણ અલગ રહે છે. શોએબ મલિક હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તે ટીવી ચેનલ માટે T20 વર્લ્ડ કપ 2022 માટેની પેનલનો ભાગ છે. આ કારણે તે અત્યારે દુબઈ જઈ શકે તેમ નથી.
હાલમાં જ પાકિસ્તાની ક્રિકેટ શો ‘આસ્ક ધ પેવેલિયન’માં શોએબ મલિકને સાનિયા મિર્ઝાની ટેનિસ એકેડમીના લોકેશન વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર ક્રિકેટરે જવાબ આપ્યો, ‘મારી પાસે ખરેખર લોકેશન વિશે યોગ્ય માહિતી નથી. હું ક્યારેય એકેડમીમાં ગયો નથી. વર્ષ 2018માં સાનિયા અને શોએબ એક બાળકના માતા-પિતા બન્યા હતા. પુત્ર ઇઝાનને જન્મ આપ્યાના થોડા મહિનાઓ બાદ સાનિયા મિર્ઝાએ પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી બાબતો વિશે માહિતી શેર કરી હતી.