ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેવાકીય કાર્યો કરવામાં અગ્રેસર શિવમ્ ગ્રુપ દ્વારા સતત 40 વર્ષથી શ્રી બાલા હનુમાન જન્મ જયંતીની ઉજવણી સતત 2 દિવસ રંગેચંગે ઉજવવામાં આવેલી. પ્રથમ દિવસે શુક્રવારના રોજ રાત્રે 9થી 12 સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ. તેમાં પુજારા પ્લોટના રહેવાસીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ અને ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડના પાઠ વાંચેલ.
બીજા દિવસે શનિવારે હનુમાન જયંતી નિમિત્તે બાલાજી દાદાના જન્મોત્સવની કેક કાપીને ઉજવણી કરેલ, તેમજ બહોળી સંખ્યામાં લોકોએ હનુમાનચાલીસાના પાઠનું વાંચન કરેલ. સાથે જ 500થી 700 માણસોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. આ તકે અનેક મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહીને શિવમ્ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિવમ્ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, સંજય ધીણોજા, કમલ લીંબડ, અતુલ કારીયા, વિપુલ પટેલ, જયેશ ઉદેશી, ધવલ જોષી, ગિરીરાજસિંહ જાડેજા, પંકજ પરમાર, ઉદયભાઈ પરમાર, પરાગ પરમાર, ચેતન શુક્લા, રાજુ જોષી, શિવરાજસિંહ પરમાર, હર્ષિત જોષી સહિત અનેક અન્ય લોકોએ જહેમત ઉઠાવેલ હતી.