પિતાએ રૂમમાં બંધ કરી દીધો, પરત આવીને જોયું તો દીકરો લટકતો હતો
ગૃહ કલેશથી કંટાળી ભરેલું અંતિમ પગલું : રાજકોટનો વિચિત્ર કિસ્સો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં ઘરકકાંસ મોતનું કારણ બન્યો છે એ ડીવીઝન પોલીસ મથકમાં પિતાએ મારકૂટ કરતા પુત્રએ ઘરે આવી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવના પગલે પોલીસે દરવાજો તોડી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.
રાજકોટના રામનાથપરામાં રહેતા ફરદીન ફીરોઝભાઈ શેખ ઉ.27 નામના યુવકને તેના પિતા મારકૂટ કરતા હોવાથી 100 નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ બન્ને પિતા-પુત્રને પોલીસ મથકે લાવી પીએસઓ રૂમમાં બેસાડયા હતા.ત્યાં પણ બન્ને વચ્ચે માથાકુટ થતા પિતાએ પુત્રને માથાના ભાગે 3 વાર મોબાઈલ ફટકારતા ફુટ થઈ હતી. બાદ યુવકે પોલીસને કહ્યું કે મારે મારા પિતા વિરૂધ્ધ ફરિયાદ કરવી છે. તમે સિવિલ હોસ્પિ.માં આવો હું રીક્ષા મારફતે ત્યાં પહોંચુ છું. પરતું સારવારમાં જવાના બદલે યુવક પોતાના ઘરે જઈ ફરિ પિતા સાથે માથાકુટ કરતા યુવકને પિતાએ રૂમમાં પુરી દઈ તેના મમ્મીને લઈ જતા રહ્યા હતા બાદ પોલીસે યુવકને ફરિયાદ નોંધાવવા ફોન કરતા ઉપડયો ન હતો.જેથી તેના પિતાને ફોન કરતા પોતે બહાર નીકળી ગયો હોય અને પુત્રને ઘરે રૂમમાં પુરી દીધાની વાત કરતા પોલીસે પિતાને ઘરે આવી તાળું ખોલી જવા કહ્યું હતું.જેથી પોલીસ અને યુવકના પિતા ઘરે પહોંચી તાળું ખોલ્યું હતું. પરંતુ રૂમની અંદર અન્ય એક રૂમમાં યુવક હતો.તેનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો ખખડાવતા યુવકે કોઈ જવાબ આપતો ન હોવાથી દરવાજો તોડતા યુવકે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.બનાવના પગલે પીઆઈ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.બાદ પરિવારજનોએ એ ડીવીઝન પીઆઈ આર.જી.બારોટ સામે યુવકને માર માર્યો હોવાથી તેને આ પગલું ભર્યુ હોવાના આક્ષેપ કરતા પીઆઈ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં દોડી જઈ પોલીસ મથકમાં બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ પરિવારજનોને દેખાડતા અંતે પરિવારજનોએ પીઆઈ સહિત સ્ટાફની માંફી માંગી લાશ સ્વીકારી લીધી હતી પારિવારિક ઝઘડામાં પિતાએ આધારસ્તંભ પુત્ર અને એક પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું છે