સાસણમાં મતદાન જાગૃતિ ઝુંબેશને અપાયો વેગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ સાવજોની નગરી સાસણમાં મતદાન જાગૃતિની ઝુંબેશને જિલ્લા ચટણી તંત્ર દ્વારા વેગ અપાયો છે. અહીંના સિંહ સદન ખાતે દેશ અને દુનિયાના લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ મહત્વના ટુરિસ્ટ સ્પોટ ઉપર મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટે આકર્ષણ જગાવ્યું છે. વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પણ મતદાર જાગૃતિની ઝુંબેશને વેગ આપવામાં ચૂંટણી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યો છે. સિંહ સદન કેમ્પસમાં આધુનિક ઓડિટોરિયમમાં મતદાર જાગૃતિનાં કાર્યક્રમોમાં આયોજન થાય છે.
એ.સી.એફ.શ્રી કલ્પેશ ભાટિયા દ્વારા સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફીના માધ્યમથી મતદાન જાગૃતિની અપીલ લોકોને કરવામાં આવી રહી છે, તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જલ્પા કયાડા, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા તથા માહિતી વિભાગની ટીમ દ્વારા પણ મતદાર જાગૃતિના સેલ્ફી પોઇન્ટ ખાતેથી મતદારોને મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી છે અને સાસણના સિંહ સદન ખાતેના ગીર સોવેનિયર શોપનાં બિલ ઉપર મતદાન જાગૃતિ અંગેના સિક્કા લગાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. સિંહ સદનમાં ઊભો થયેલ મતદાન જાગૃતિનો માહોલ પ્રવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરે છે.