બોલિવુડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ગોલમાલ-5 વિશે મોટી અપડેટ આપી છે. તેમણે જણાવ્યું છે કે તે ક્યારે આ મૂવીને લોકોની વચ્ચે લઈને આવશે. ત્યાં જ તેમની આવનાર ફિલ્મ સિંઘમ અગેન દિવાળી પર રિલીઝ થશે.
View this post on Instagram
રોહિત શેટ્ટીએ ફેંસને જણાવ્યું છએ કે ગોલમાલ-5 પાઈપલાઈનમાં છે. એક ઈન્ટરવ્યૂમાં રોહિત શેટ્ટીની સવાલ કરવામાં આવ્યો કે શું ગોલમાલ 5 સાથે જોડાયેલી કોઈ અપડેટ આપી શકો છો? તો તેમણે કહ્યું કે હાલ અપકમિંગ મૂવી પર કામ ચાલી રહ્યું છે અને તેમાં સમય લાગી શકે છે.
રોહિત શેટ્ટીએ કહ્યું, હાલ સમય છે. ગોલમાલ સીરિઝ તો બનતી રહેશે. એવું તો ન બની શકે કે ફિલ્મો ન બને. પરંતુ તેમાં સમય લાગશે. રોહિત શેટ્ટીએ પોતાના કરિયરમાં જે યુનિવર્સ બનાવ્યું છે તેના વિશે તેમણે કહ્યું કે તે તેમના દિલના ખૂબ જ નજીક છે. મને તેના પર ખૂબ જ ગર્વ છે. પછી તે ગોલમાન સીરિઝ હોય કે પછી કોપ યુનિવર્સ.
- Advertisement -
રોહિતની આવનાર ફિલ્મ
હાલ રોહિત શેટ્ટી સિંઘમ અગેન લઈને દિવાળી પર આવી રહ્યા છે. ત્યાં જ 27 જુલાઈએ તે ટીવી પર પણ જોવા મળશે ખતરો કે ખિલાડી 14માં. તેની શૂટિંગ રોમાનિયામાં થઈ છે.
View this post on Instagram- Advertisement -