ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં ખખડધજ રસ્તાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખાસ કરીને વંથલી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાને લીધે લોકો ભારે યાતના ભોગવવી રહ્યા છે. અનેક ગામામાં મોટા વાહનો તો ઠીક મોટર સાઇકલ પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે અનેક ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી નવા રસ્તા તો ઠીક પણ થીંગડા પણ લગાવાયા નથી અને જ્યાં થીંગડા લગાવાયા છે ત્યાં લોલમલોલ અને લોટ પાણીને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે તેમજ ચોમાસામાં વરસાદને લીધે રસ્તાની હાલત વધુ ખરાબ બનશે વિકાસની વાતો કરતા નેતાઓ એક સારો રસ્તો પણ બનાવી શકતા નથી જેને લઇ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે
વંથલી તાલુકાના ખખડધજ રસ્તાઓમાં કોયલી ફાટકથી કોયલી – નાંદરખી ગામ, ખોખરડા ફાટકથી ગાદોઈ – ટીનમસ – આખા શાપુર થી ધણફુલિયા, શાપુરથી લુવારસર કણજા ફાટક થી કણજડી – મોટા કાજલીયારા – બંધડા – બોડકા – ભાટિયા વંથલીથી સાંતલપુર માણાવદર હાઈવે થી નવલખી – બાલોટ – ધંધુસર, નરેડી થી ઝાપોદડ – ડુંગરી સહીતના રસ્તાઓ જયારે આ વિસ્તારના લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે અહીં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોથી રસ્તાનું સત્યાનાશ નીકળી ગયું છે તંત્ર દ્વારા પણ મીઠી નજર હોય તેમ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે બાલોટ ગામના આગેવાને જણાવ્યું હતું કે જે તે સમયે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ વંથલી થી બાલોટ ગામનો નોન પ્લાન રસ્તો 2022 માં મંજૂર કરાવ્યો હતો છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઇ આ વિસ્તારના લોકોમાં સામે આક્રોશ ની લાગણી ફેલાઈ છે.