કોરોનાના ડરથી આખું શહેર ધ્રુજી રહ્યું છે ત્યારે રાજકોટ સ્મશાનમાં ડર વગર કરે છે અગ્નિદાહ

‘રામ’નાથ રાખે તેને કોરોના શું ચાખે? :રાજકોટના સ્મશાનમાં જીવતો ચમત્કાર!

કોરોનાથી સંક્રમિત વ્યક્તિની લાશને સ્નેહીજનો પણ સ્પર્શતા નથી ત્યારે આત્મજનોની જેમ અગ્નિદાહ આપે છે

સ્મશાન નામથી જ લોકો ડરી જતા હોય છે પરંતુ રાજકોટમાં રામનાથપરા સ્મશાનમાં ફરજ બજાવતા ધીરુભાઈ રાઠોડ અને કલ્યાણ ગઢવી કોઈપણ ડર વગર દિવસ-રાત સ્મશાનમાં કામ કરે છે.
મહત્ત્વનું એ છે કે ભારત નહીં બલ્કે આખું વિશ્ર્વ કોરોનાના ચેપી વાઇરસથી રિતસર ધ્રુજી રહ્યું છે. કોરોના કહેર ચાલુ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં ધીરુભાઈ અને કલ્યાણભાઈ કોરોનાના દર્દીની ડેડબોડી અગ્નિદાહ આપી રહ્યા છે, તે પણ કોઇ જ પ્રકારની સેફટી કિટ
નથી પહેરતા પીપીઈ કિટ કે હાથમાં ગ્લવ્ઝ પણ નથી. કોરોનાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ બિન્દાસ્ત મૃતદેહની સેવા કરી રહ્યા છે.
આ બન્ને વ્યક્તિને કોરોના નામના રાક્ષસનો કોઈ ડર જ નથી. બન્નેએ જણાવ્યું હતું કે, વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ. અમારા ઉપર માતાજીની અસીમ કૃપા સતત વરસતી હોવાથી કોરોનાનો અમને ડર લાગતો નથી.