કોલ્હાપુરમાં હેલિકોપ્ટરથી ઊતરી સીધા દલિત પરિવારના ઘરે ગયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું. તેમણે એક્સ પર રસોઈનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું- આજે પણ આપણે દલિત રસોડા વિશે બહુ ઓછું જાણીએ છીએ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અજય તુકારામ સનદેએ મને તેમના ઘરે બોલાવ્યો અને રસોડામાં મદદ કરવાની તક આપી. અમે સાથે મળીને હરભ્યાચી ભાજી બનાવી. એને ચણાની શાકની ભાજી પણ કહેવામાં આવે છે. રીંગણાંનું શાક અને તુવેરની દાળ પણ તૈયાર કરી છે.
રાહુલે કહ્યું હતું કે કોઈને ખબર નથી કે દલિતો શું ખાય છે, કેવી રીતે રાંધે છે. અમે તેના સામાજિક અને રાજકીય મહત્ત્વ વિશે વાત કરી. ભેદભાવ અને સનદેના અંગત અનુભવો વિશે વાત કરતા, અમે દલિત ખોરાક વિશે જાગૃતિના અભાવ અને આ સંસ્કૃતિના દસ્તાવેજીકરણના મહત્ત્વ વિશે ચર્ચા કરી. બંધારણ બહુજનને હિસ્સા અને અધિકારો આપે છે અને અમે એ બંધારણનું રક્ષણ કરીશું. સમાજમાં બધાની સાચી સમાનતા અને સમાવેશ ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક ભારતીય પોતાના હૃદયમાં ભાઈચારાની ભાવના સાથે પ્રયત્ન કરશે.
સનદે કહ્યું- કોઈના ’બાજરો ખાઓ’ બોલવાથી જ આ મોંઘું થઈ ગયું સનદે અને રાહુલ ગાંધીએ પણ મોંઘવારી અંગે ચર્ચા કરી હતી. સનદે કહ્યું- લસણ ઘણું મોંઘું થઈ ગયું છે. કોઈ કહે છે, બાજરી ખાઓ, બાજરી ખાઓ. તેમની વાતોને કારણે અમારી બાજરી મોંઘી થઈ ગઈ છે, જે પહેલાં ખૂબ સસ્તી હતી. સનદે કહ્યું- મેં ક્યારેય કોંગ્રેસને વોટ નથી આપ્યો. ચોથી ચૂંટણી સુધી કોંગ્રેસને વોટ ન આપ્યો, કારણ કે અમારો પટ્ટો ખેતમજૂરોનો હતો.અમે પણ બીજેપીને ક્યારેય વોટ નથી આપતા. તેમને ક્યારેય નહીં આપીશ, પણ હવે શેતકરીનો પક્ષ ખતમ થઈ ગયો છે, એટલે હું પણ તમારી ભારત જોડો યાત્રામાં પણ આવ્યો હતો.