પુતિન સોવિયેત સંઘ પછીની સૌથી સબળ અને સૌથી પ્રચંડ નૌકા કવાયત યોજશે
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો
સોવિયેત સંઘ સમય પછી હજી સુધીમાં યોજાયેલી સૌથી વિશાળ નૌકાયુદ્ધ- કવાયત શરૂ કરતા રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે રશિયાને એશિયામાંથી દૂર કરવાના પ્રયત્નો ન કરશો. ચીનના યુદ્ધ જહાજો સાથે યોજાનારી આ વિશાળ ઓશન-2024 યુદ્ધ કવાયત ભૂમધ્ય સમુદ્રથી પેસિફિક મહાસાગર સુધી ફેલાવાની છે. તેમાં યુદ્ધ જહાજોની, યુદ્ધ ક્ષમતા અને તત્પરતા ઉપરાંત અત્યંત આધુનિક શસ્ત્રોની પણ ચકાસણી કરવામાં આવશે. આ સંબંધે પ્રમુખ પુતિને સંરક્ષણ દળોના વડાઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, યુક્રેન-યુદ્ધમાં મળેલા પાઠો ઉપરથી રશિયા તે સ્પેશ્ર્યલ મિલિટરી ઓપરેશન્સ રહેલી ઉણપો પણ દૂર કરવા માગીએ છીએ અને આપણા મિત્ર દેશો સાથે યુદ્ધ કવાયતો શરૂ કરવાના છીએ. કેટલાક નિરીક્ષકો માને છે કે, રશિયા આ કવાયતમાં ઉત્તર કોરિયા અને કદાચ ઇરાનને પણ જોડે. આમ ધીમે ધીમે ધરી-રાજ્યોની રચના થવાની સંભાવના નકારી શકાય નહીં.
- Advertisement -
પ્રમુખ પુતિને લશ્ર્કરી વડાઓને કરેલા સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આજે વિશ્ર્વમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવો વચ્ચે આ (યુદ્ધ કવાયત) સવિશેષ મહત્વની છે. આપણે જોઈ શકીએ છીએ કે, અમેરિકા કોઇ પણ ભોગે તેનું વૈશ્ર્વિક અને રાજકીય પ્રભુત્વ ચાલુ રાખવા માગે છે. રશિયન નેવીના કમાન્ડર એડમિરલ એલેકઝાન્ડરે પ્રમુખ પુતિનને કહ્યું હતું કે, આ કવાયતમાં 90,000 જેટલા સૈનિકો, 400 થી વધુ યુદ્ધ જહાજો 125 જેટલા વિમાનો અને આધુનિક શસ્ત્રાસ્ત્રોના 7500 જેટલા એકમો કાર્યરત રહેશે.