વાઢેરા-શશાંકે અડધી સદી ફટકારી, બરારે 3 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
IPL 2025ની 59મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 10 રનથી હરાવ્યું. આ જીત સાથે, ટીમ વર્તમાન સિઝનના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે 220 રનના ટાર્ગેટને ચેઝ કરતા રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 209 રન જ બનાવી શક્યું. ટોસ જીતીને પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા.પંજાબ તરફથી શશાંક સિંહે 30 બોલમાં 59 રન બનાવ્યા અને અણનમ રહ્યો, જ્યારે નેહલ વાઢેરાએ 37 બોલમાં 70 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી. રન ચેઝમાં યશસ્વી જયસ્વાલ (50 રન) અને વૈભવ સૂર્યવંશી (40 રન)એ રાજસ્થાનને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ 29 બોલમાં 76 રનની ઓપનિંગ ભાગીદારી કરી.
- Advertisement -
પરંતુ, ટીમે મિડલ ઓવરોમાં વધુ 3 વિકેટ ગુમાવી દીધી. યશસ્વી જયસ્વાલે 50, સંજુ સેમસન 20 અને રિયાન પરાગ 13 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલ (53)એ અડધી સદી ફટકારીને ઇનિંગ્સને સ્થિર કરી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. પંજાબના હરપ્રીત બરારે 3 વિકેટ લીધી. રાજસ્થાનને મેચની છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 11 રન જ બનાવી શકી. આ ઓવરમાં માર્કો યાન્સેને ધ્રુવ જુરેલ અને વાનિન્દુ હસરંગાને આઉટ કર્યા હતા.આ રીતે પંજાબે મેચ 10 રનથી જીતી લીધી. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે.ધ્રુવ જુરેલે 19મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે અર્શદીપ સિંહની ઓવરના ત્રીજા બોલ પર ફોર ફટકારીને અડધી સદી ફટકારી.રાજસ્થાને 18મી ઓવરમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી. અહીં શિમરોન હેટમાયર 11 રન બનાવીને આઉટ થયો હતો. તેને અઝમાતુલ્લાહ ઓમરઝાઈએ આઉટ કર્યો. ઓમરઝાઈએ કેપ્ટન સંજુ સેમસન (20 રન)ને પણ પેવેલિયન પાછો મોકલ્યો હતો.