કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
શિક્ષક દિવસ બહુ તાજો બનેલો (કે બનાવવામાં આવેલો) દિવસ છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન નામના ભારતના એક રાષ્ટ્રપતિની સ્મૃતિમાં તે ઉજવાય છે તે બહુ જાણીતી વાત છે. ગાંધી સિવાયના આ પ્રથમ રાજકારણી છે જેનો જન્મદિન જરા એક્ટિવલી ઉજવાય છે.
ખેર, શિક્ષક દિવસ અંગે ઘણું બધું લખાતું હોય છે એટલે એની એ બોરિંગ કેસેટ અહીં નથી વગાડવી.
શિક્ષક એ છે જે શિક્ષા કરે છે. પરંતુ શિક્ષા એટલે દંડ /સજા એવો અર્થ જરાય થતો નથી. આવો ગલત અર્થ કાઢીને જ શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે.
ભાષાશાસ્ત્રના પિતામહ પાણીની કહે છે કહે છે કે “શિક્ષયતીતી શિક્ષક” અર્થાત “શક્તિની ઈચ્છા બીજામાં ઉત્પન્ન કરવા વાળો એટલે શિક્ષક.”
શિક્ષા શબ્દમાં જે ક્ષ આવે છે તે “કશુંક કરવાની શક્તિ” દર્શાવે છે. શિક્ષક એટલે મારઝૂડિયો, ઘુરકીયો અને ખિજાળ વ્યક્તિ નહીં પણ વિદ્યાર્થીની શક્તિને દિશા આપવાવાળો નિદેશક છે.
- Advertisement -
સંસ્કૃત (અને એમાંથી ઉત્પન્ન થયેલ ભારતીય ભાષાઓ) સિવાય કશે જ ક્ષ વર્ણ સરખી રીતે નથી બોલાતો. આરબો ને ઈરાનીઓ એને “ખ…ખ” કરીને ઉચ્ચારે છે તો યુરોપિયનો એને “એક્સ.. કે ક” જેવો ઉચ્ચાર કરે છે.
ક્ષ મૂળાક્ષર જ એવો છે. ક્ષ જેવી હાલત બીજા બધા વર્ણોની ના થાય એ માટે શિક્ષાની જરૂર છે, શિક્ષા આપવા શિક્ષકની જરૂર છે. પણ શિક્ષા એટલે ભણાવવું એમ નહિ. શિક્ષા એ તો વેદોના છ અંગ પૈકીનું પહેલું અંગ છે.
વેદો ક્રિપ્ટીક રીતે લખાયા છે. એટલે એને સમજવા અને જાણવા માટે પહેલા વેદોના છ અંગોનો અભ્યાસ કરવો પડે. એને વેદોના ષડઅંગ કહે છે. શિક્ષા, વ્યાકરણ, છન્દ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ એવા છ અંગોના અભ્યાસ પશ્ચાત જ વેદોનો અભ્યાસ કરવો જોઈએ નહીંતર અંગ્રેજ અને જર્મન વિદ્વાનો જેવું થાય જેમણે વેદોના સીધા અંગ્રેજી અને જરનમન અનુવાદ કરાવ્યા જે વાંચીને કશું સમજાય નહિ ઉલટાનું આવા બખડ જન્તર ભાષાંતર અને એના કરવા કરાવવા વાળા ઉપર હસવું આવે.
આજે આપણે અંગ્રેજી પધ્ધતિ પ્રમાણે ભણીએ છીએ છતાં પહેલા સ્વરો, વર્ણો, ઉચ્ચાર (આલફાબેટ કે કક્કાબારાક્ષરી )નું જ્ઞાન જ લેવું પડે છે. પણ આ જ્ઞાન ઉપર છલ્લું છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિમાં સ્વરોનું જ્ઞાન ખુબ ઊંડું છે. બાળક સાવ નાનું હોય ત્યારથી સ્વરો કાઢવા લાગે છે. આચાર્ય પાણીની કહે છે કે “આત્મા બુદ્ધિ સાથે મળીને મનને પ્રેરિત કરે છે, મન જઠરાગ્નિને પ્રેરિત કરે છે, જઠરાગ્નિ પ્રાણવાયુને જાગૃત કરીને સ્વર ઉત્પન્ન કરે છે.” વિચારો કેવું ઊંડું ચિંતન!! કોઈ યુરોપિયન કે અમેરિકન પાસેથી આ સ્તરનું ચિંતન મળવું જ અશક્ય. જોકે આજના ભારતીયો પાસેથી પણ ખાસ આશા રાખવા જેવું નથી.આજે આપણે જે બોલીએ છીએ, સાંભળીએ કે વાંચીએ છીએ તે બધી ભાષાઓ પ્રાકૃત છે. પ્રાકૃત એટલે સંસ્કૃત નથી એવી, સંસ્કારો વિનાની. બરછટ અને પ્રકૃતિના નિયમોને અનુસરવા વાળી. જુઓ બોલી બગડે એનું ક્લચર પણ બગડેલું હોય છે. ગાળો બોલતા, અતિ-અપભ્રંશ થયેલી ભાષા બોલતા લોકોના વિસ્તારો અને મન પણ અસ્વચ્છ, અપરાધોથી યુકત હોય છે. કબીરદાસજી કહે છે કે “પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયો ના કોઈ, એક હી આખર પિહુ કા પઢે સો પંડિત હોય”
- Advertisement -
કબીરજીએ કદી ઢાઈ અક્ષર પ્રેમ કે લખ્યું નથી. કબીરજી તો યોગી હતા, એણે લખ્યું કે એક જ અક્ષર “પિહુ” એટલે કે પ્રિયતમ એવા ઈશ્વર નો પઢી લો તો પંડિત થઇ જશો. એ અક્ષર કયો ખબર છે? એ અક્ષર છે “ૐ કાર” જે સ્વર સાધનાનો બીજ મંત્ર છે. સ્વર સાધના એટલે જ શિક્ષા. અને સ્વર સાધના કરાવનાર ગુરુ એટલે શિક્ષક. કબીરજી ઉત્તમ શિક્ષક હતા.
સ્વરોનું જ્ઞાન સંસ્કૃતથી ઉતરી આવેલ ઈન્ડો યુરોપિયન કહેવાતી બધી ભાષાઓને મળ્યું છે. એટલે ઈરાની અને અંગ્રેજીમાં શ્રેષ્ઠ કાવ્યસર્જન થયું છે. એમની સંસ્કૃત્તિઓ પણ વખણાઈ છે. ઈરાની એટલે કે ફારસી ભાષા સંસ્કૃતની અપભ્રંશ એવી પ્રાકૃત ભાષા છે. પણ ઈરાનીઓએ (મુસ્લિમ બન્યા પહેલા અને પછી પણ) એમની ભાષાને ખુબ લાડ લડાવ્યા છે, એમાં અવનવા કાવ્ય પ્રકારો શોધ્યા છે, ખુબ સાહિત્ય રચ્યું છે, ઉત્તમોત્તમ ગઝલો શાયરીઓ ક્વાલીઓ લખી છે એટલે ભલભલા આજે ફારસી (ઉર્દુ) ગઝલ શાયરીઓના શોખીન હોય છે. ભાષાનું ગૌરવ ધરાવતું ઈરાન અમેરિકા જેવા ડાલામથ્થાં સામે મ્યાઉં કરી શકે છે એવી એમના ઉપર ખોદાયજીની મહેર છે. પારસીઓ જે ફારસ એટલે કે ઈરાનથી આવેલા છે તેઓ ઈશ્વરને ખુદા કે ખોદાયજી કહે છે. આ શબ્દ મુસ્લિમોએ પણ અપનાવી લીધો. ખુદા શબ્દના મૂળ ક્ષુધા સાથે જણાય છે. જૈન શાસ્ત્રો કહે છે કે સજીવ અને નીર્જીવ વચ્ચે એક માત્ર તફાવત “ક્ષુધા” છે. નિર્જીવને ક્ષુધા એટલે કે ભૂખ નથી અને સજીવને ક્ષુધા હોય છે. ક્ષુધા કોણ લગાડે છે , કોણ આપણને ક્ષુધા માટે દોડાવે છે એની તો કોઈને ખબર નથી. પણ જે ક્ષુધા લગાડે છે તે જ ખુદા છે. ખુદા એવો છે જે દેખાતો નથી, એને આપણે વિચારી કે કલ્પી શકતા નથી, તે હોવા unknown છે.
આવા ઈશ્વરીય , રહસ્યમય કિરદાર માટે ગ્રીકમાં “ક્ષ” વર્ણ વપરાય છે. એટલે થયું એવું કે જે નવું અને રહસ્યમય હોય એ “એક્સ” કહેવાવા લાગ્યું. જીસસ ક્રાઈસ્ટ માટે પણ “એક્સ” “ડ” આલફાબેટ વપરાય છે. કેમકે જીસસ એક રહસ્યમય મહાત્મા છે. એક્સ રે શોધાયા ત્યારે એ શું છે, એના ગુણધર્મ શું છે એની શોધકને પણ ખબર નહોતી એટલે એનું નામ પડ્યું “એક્સ રે”. ગણિતમાં દાખલા ગણીએ ત્યારે જે અજાણ્યો આંકડો શોધવાનો હોય એને એક્સ કહીએ છીએ. એક્ચ્યુલી રેને દ કાર્ટે નામના જાણીતા ગણિતશાસ્ત્રી અને ફિલોસોફરે એ પોતે જાણીતા આંકડા માટે ફ, બ અને ભ જેવા મૂળાક્ષર પસંદ કર્યા અને જે અજાણ્યું છે અને શોધવાનું છે એની માટે ડ્ઢ ુ અને જેવા મૂળાક્ષર પસંદ કર્યા. જેને કારણે “ડ્ઢ ની કિંમત શોધો” એવા દાખલા વિદ્યાર્થીઓને સહન કરવાના આવ્યા.
આ રેને દ કાર્ટે એક મહાન ગણિતશાસ્ત્રી હોવાની સાથે એક શ્રેષ્ઠ ફિલોસોફર પણ ગણાય છે. કાર્ટે એ એબીસીડીના શરૂઆતના મૂળાક્ષર ને જે જાણીએ છીએ એવા અંકો માટે પસન્દ કરીને દર્શાવ્યું કે શરીરની ઇન્દ્રિયો દ્વારા આપણે થોડો ડેટા ધરાવીએ છીએ પણ આ દુનિયાનો પર પામવા એટલો ડેટા પર્યાપ્ત નથી, આથી જે આપેલો ડેટા છે એને વાપરીને છેક સુધીનો ડેટા એટલે કે પૂર્ણ જ્ઞાન (છેલ્લા અક્ષર એક્સ વાય ને ઝેડ) મેળવવાનું છે.
ક્ષ નો મહિમા ઘણો છે. ક્ષત ઉપરથી ક્ષત્રિય, cut, , ખત, છત્ર, જેવા અનેક શબ્દ છે. ક્ષત શબ્દનો અર્થ હાનિ કરવી એવો થાય છે.અંગ્રેજીમાં example , execute, extra, exam, exitએક્સ, જેવા અનેક અનેક શબ્દ છે.
ભલે “ડ” ની વેલ્યુ શોધવાનું નાનપણમાં ગણિતના વિષયમાં છોડી દઈએ છીએ છતાં માણસ આખું જીવન એ અગોચર “ક્ષ” તત્વને ખોજયા કરે છે, આ સૃષ્ટિ કોણે બનાવી છે, શુકામ બનાવી છે? જીવનનો અર્થ શું? એ પ્રશ્નો સતત થયા કરતા હોય છે. જે આ પ્રશ્નોના ઉત્તર શોધવામાં જે સહાય કરે તે જ્ઞાન એટલે “શિક્ષા” અને એ જ્ઞાન આપનાર એટલે શિક્ષક. શિવ પાર્વતીને સ્વરોદય શાસ્ત્રમાં કહે છે કે જેની પાસે સ્વરનું જ્ઞાન છે એને બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી પણ જેની પાસે સ્વરનું જ્ઞાન નથી એની પાસે બીજા બધા જ્ઞાન હોય તો તે બધા વ્યર્થ છે” ભગવાન શિવ શંકરે જ આ સ્વરજ્ઞાન આચાર્ય પાણીનીને આપેલું કહેવાય છે.