ઈલેકટ્રીક કાર પણ પેટ્રોલ ગાડીના ભાવે જ મળવા લાગશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીનું મોટુ એલાન : સ્માર્ટ શહેર તથા સ્માર્ટ પરિવહન પર સરકારનું ખાસ જોર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
પ્રદુષણ ઘટાડવા સહિતના કારણોસર સરકાર દ્વારા ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. ત્યારે આવતા છ મહિનામાં જ ઈલેકટ્રીક વાહનો પેટ્રોલ-વાહનોના ભાવે મળતા થઈ જવાની કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે.પાટનગર દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સ્વદેશી ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા તથા પ્રદુષણ ઘટાડવાનાં પ્રયાસોમાં જોર આપવા માટે સરકાર કટીબદ્ધ છે અને તેના ભાગરૂપે સરકાર અનેકવિધ કદમ ઉઠાવી રહી છે. આવતા છ મહિનામાં ઈલેકટ્રીક વાહનોની કિંમત પણ પેટ્રોલ વાહનો જેટલી જ સરખી થઈ જશે. 10માં સ્માર્ટ સીટી એકસપોને સંબંધીત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે ચાર કિલોમીટર લાંબા દિલ્હી દહેરાદુન એકસેસ ક્ધટ્રોલ્ડ એકસપ્રેસવેનું નિર્માણ કાર્ય આવતા ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જવાનું જાહેર કર્યું હતું. તેઓએ કહ્યુ કે કેન્દ્ર સરકારની નીતી આત્મ નિર્ભરતા આયાતનાં વિકલ્પ, પ્રદુષણ મુકિત અને સ્વદેશી ઉત્પાદનને પ્રાથમીકતાં આપવાની છે. તેઓએ કહ્યું કે, ભારતને દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવવા માટે માળખાકીય ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જરૂર છે. ચાર રસ્તા માર્ગોનું નિર્માણ કરવાથી અન્ય અનેકવિધ ખર્ચમાં રાહત મળી શકે છે. ભારતીય અર્થતંત્રનાં ઉજજવળ ભવિષ્યનો સંકેત આપતા તેઓએ ઉમેર્યુ હતું કે કેન્દ્ર સરકાર સ્માર્ટ શહેરો તથા સ્માર્ટ પરિવહન માટે પ્રતિબદ્ધ છે. વિજળી આધારીત ઝડપી પરિવહન વ્યવસ્થા પર સરકાર કામ કરી રહી છે. માર્ગ નિર્માણનો ખર્ચ ઘટાડવા માટે નવી ટેકનોલોજી તથા સંશોધન પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અને તેની અનિવાર્યતા પર જોર આપવામાં આવી રહ્યુ છે.