ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાશે.

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આજે ઘણી જગ્યાઓ અને સીટો પર બેઠકો અને જનસભા થઇ રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીનો આજે ભવ્ય રોડ શો યોજવાનો છે.

નરેન્દ્રમોદીનો ભવ્ય રોડ શો
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી આજે અમદાવાદમાં પહેલો રોડ શો કરશે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. આપને જણાવી દઈએ કે, PM મોદીએ તાજેતરમાં સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડે તેવી સંભાવના છે. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે.

નરેન્દ્ર મોદીના રોડ શોનો સંભવિત રુટ
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

અમિત શાહનો આજે રોડ શો
ચુંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ગઈકાલે માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્ય જાહેરસભા સંબોધી જેમાં કોંગ્રેસને રાજકારણના પાઠ ભણાવતા કહ્યું, ” આખા દેશના 130 કરોડ લોકોને 230 કરોડ રસીના ડોઝ આપી કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યુ છે. પણ આ રાહુલબાબાએ એ વખતે એક ટ્વીટ કર્યુ કે કોઈ આ રસી ના મૂકાવતા આ રસી મૂકવાથી નુકસાન થશે, આ તો મોદી રસી છે.” વધુમાં તેમણે કહ્યું મિત્રો આ કોંગ્રેસીયાઓએ શરમાવું જોઈએ. રાજકારણ કરવા માટે અનેક મેદાનો પડ્યા છે આવી જાવ. પરંતુ કોરોના જેવા રોગચાળાની અંદર લોકોનો જીવ જતો હોય ત્યાં આગળ રાજકારણ ના કરવાનું હોય.” ત્યારે આજે શાહ સાણંદ APMC થી ઘાડિયા ચોકડી સુધી યોજશે રોડ-શો અને સાંજે 4 કલાકે વિસનગરમા સભા સબોંધશે અમિત શાહ અને રાત્રે 7 કલાકે કલોલના પચંવટી સર્કલ ખાતે સભા સંબોધશે.

કોંગ્રેસ નેતાઓ પણ પ્રચારમાં વ્યસ્ત
ગુજરાતના બીજા તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસ પણ મહેનત પર લાગી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે ચૂંટણી પ્રચાર ઝાલોદ અને વાઘોડિયામાં મલ્લિકાર્જુન ખડગેની જનસભા યોજાશે સાથે જ અશોક ગેહલોત પણ સભાઓ યોજવાના છે. આજે ઝાલોદ, વોઘોડિયા, અસારવામાં અશોક ગેહલોતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથવ અમદાવાદ, ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હુડાની જનસભા યોજશે. રાજસ્થાનના રાજકારણમાંથી વિરામ લઈને સચિન પાયલોટ પણ ગુજરાત પર ધ્યાન આપશે જેઓ અમદાવાદ, ગાંધીનગરમાં જનસભાનું આયોજન કરશે. આ સાથે જ કોંગ્રેસના વધુ એક નેતા જગદીશ ઠાકોર ગાંધીનગર, અમદાવાદમાં જનસભાનું આયોજન કરશે.