સોમનાથ પ્રભાસ પાટણમાં વર્ષોથી નવરાત્રીમાં નાની નાની કુમારિકાઓ બાલિકાઓ પાંચ-છના સમૂહમાં શેરી બજાર અને આસપાસના વિસ્તારોમાં ઘરેઘરે માટે ઇંઢોણી અને તેની ઉપર દિવડા પ્રગટાવેલ ગરબા સાથે જાય અને માતાજીના ગરબા તેના ઘર આંગણા કે ઓસરીમાં ગાય છે.આ પરંપરા હવે લગભગ લુપ્ત થવા આરે છે.માત્ર શ્રમિક વિસ્તારોમાં કોઈ કોઈ વૃંદ નજરે ચડે છે. જેને ધેર સાંજે ગરબા ગાવા જતી હોય તેના પરિવારના સભ્યોનું નામ પણ ગરબામાં સામેલ કરી બાલિકાઓને આશીર્વાદ આપે અને આવા સુંદર પાવન ગરબા કુમારીકાઓ તેમને આંગણે ગાવા આવે ત્યારે જાણે સાક્ષાત જગદંબા પધાર્યા હોય તેવી અનુભૂતિ લોકો કરે છે. કોઈ નવમા દિવસે કુમારીકાઓને ભેટ સ્વરૂપ રોકડ રકમ આપી ધન્યતા અનુભવે છે. કોઈ ચોકલેટ કે પીપરમેન્ટ પણ આપે છે.જોકે કયારેક તો ગરબો ગાવા આવતીએ બાળાઓ દાખલ થાય ત્યાં જ લોકો કહી દે કે છેલ્લે દિવસે આવજો અને ગરબો પણ ન સાંભળે. પરંતુ બાલિકાઓને મન માતૃભક્તિ ઉપરાંત સાંસ્કૃતિક જતન ઉત્સાહ અને નવરાત્રી જેવું પાવન ભક્તિ વાતાવરણ પ્રસન્નતા આપે છે.
પ્રભાસ પાટણની શેરીમાં ઘેરઘેર ગરબા ગાતી કુવારિકાઓએ પરંપરા જાળવી
Follow US
Find US on Social Medias