અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને હોંડુરાસમાં વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે. સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા ત્રણ લોકોના મોત થયા હતાં. જયારે અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ થતા એક પાયલોટ અને બે હોસ્પિટલ કર્મીઓના મોત થયા છે જયારે હોન્ડુરાસમાં વિમાન દુર્ઘટનામાં જાણીતા સંગીતકાર ઓરેલિયો માર્ટિવેજ સહિત 12 લોકોના મોત થયા છે.
દક્ષિણ-પૂર્વ સ્વિત્ઝરલેન્ડના આલ્પ્સમાં વિમાની દુર્ઘટના
- Advertisement -
યુરોપીયન દેશ ડેનમાર્ક જઈ રહેવલું નાનું વિમાન દક્ષિણ-પૂર્વ સ્વિત્ઝરલેન્ડના આલ્પ્સમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રિપોર્ટ મુજબ વિમાન ક્રેશ થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. ગ્રાઉબ્યૂએનડેન કેન્ટનની પોલીસે કહ્યું કે, સોમવારે સાંજે 5.20 કલાકે એકસ્ટ્રા ઈએ-400 પ્રોપેલર વિમાન સમેદાન એરફીલ્ડથી ટેકઓફ થયું હતું. મળતી માહિતી મુજબ આ વિમાન 13 માર્ચે ડેનમાર્કથી આવ્યું હતું અને કોપેનહેગમ પાસે રોક્સિલ્ડે પરત જઈ રહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘વિમાન ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ પુંટ ચામુએસ-ચ ગામના કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ત્યારબાદ ભયાનક આગ લાગતા પ્લેન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું.
પોલીસે કહ્યું કે, અમે તપાસ શરૂ કરી દીધી છે. વિમાન પાસે સંપૂર્ણ સળગી ગયેલી હાલતમાં મુસાફરો અને પાઈલોટના મૃતદેહ હાથ લાગ્યા છે, જોકે હજુ સુધી તેમની ઓળખ કરી શકાઈ નથી. આ ઉપરાંત વિમાન કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયું, તેની કોઈ માહિતી સામે આવી નથી. બીજીતરફ અમેરિકામાં વિમાન ક્રેશ થવાની સતત ઘટનાઓ બની રહી છે. ત્યાં અનેક વિમાન દુર્ઘટના બનવા છતાં મિસિસિપીમાં વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વાસ્તવમાં સોમવારે એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન કરી રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થયું છે. આ દરમિયાન હેલિકોપ્ટરના એક પાયલટ અને બે હોસ્પિટલ કર્મચારીઓના મોત થયા છે.
હોન્ડુરાસમાં પ્લેન ક્રેશ: સંગીતકાર ઓરેલિયો સુઆજોનું મોત
- Advertisement -
રોઆપી દ્રીપથી લા સેઈબા તરફ જઈ રહેવું વિમાન હોન્ડુરાસ તટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં પ્રસિદ્ધ સંગીતકાર ઓરેલિયો માર્ટિનેજ સહિત 12 લોકોના મોત થયા છે. જયારે પાંચ લોકોને બચાવી લેવાયા છે. સોમવારે રોઆટન દ્વીપથી લાએઈબા તરફ ઉડાન ભરતી વખતે જ લાંહસા એરલાઈમ્સનું વિમાન અતિગ્રસ્ત થઈ સમુદ્રમાં પડયું હતું. સ્થાનિક માછીમારોએ લોકોને બચાવવાનો પ્રયાસ કરેલો જેમાં કેટલાકનો જીવ બચાવાયો આ વિમાન દુર્ઘટનામાં જાણીતા સંગીતકાર ઓરેલિયો સુઆજોનું મૃત્યુ થયું હતું.
અમેરિકામાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના યથાવત્
બીજીતરફ અમેરિકામાં વિમાન ક્રેશ થવાની સતત ઘટનાઓ બની રહી છે. ત્યાં અનેક વિમાન દુર્ઘટના બનવા છતાં મિસિસિપીમાં વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વાસ્તવમાં સોમવારે એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન કરી રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થયું છે. આ દરમિયાન હેલિકોપ્ટરના એક પાયલટ અને બે હોસ્પિટલ કર્મચારીઓના મોત થયા છે.