ઉંદરનાં ત્રાસથી લોકો કંટાળતા હોય છે ત્યારે હવે ઉંદરો ટ્રેન અને બસમાં પણ જોવા મળે છે. આવી જ એક અવનવી ઘટના ભારતમાં બની છે.

શિયાળાની રાતમાં અચાનક ટ્રેન યાત્રા દરમિયાન તમે સૂતાં હોય અને અચાનક ફાયર એલાર્મ વાગે તો તમે વિચારી શકો છો કે શું હાલત થાય… બુધવારે રાત્રે મુઝફ્ફરપુરથી નવી દિલ્હી જઇ રહેલી સપ્તક્રાંતિ એક્સપ્રેસમાં જ્યારે ઉંદરોનાં કારણે ફાયર એલાર્મ વાગ્યો ત્યારે લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ અને લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યાં.

સપ્તક્રાંતિ એક્સપ્રેસમાં બની ઘટના
બુધવારે રાત્રે 3:21 મીનિટે આ ઘટના મુઝફ્ફરપુરથી નવી દિલ્હી જતી સપ્તક્રાંતિ એક્સપ્રેસમાં થઇ હતી. આ ટ્રેન તે સમયે શાહજહાપુર જિલ્લાનાં બંથરા અને તિલહરની વચ્ચે હતી. અચાનક થર્ડ એસીનાં બી-1 કોચમાં ફાયર એલાર્મ વાગવા લાગી જતાં યાત્રીઓ અહીંયા-તયાં ભાગવા લાગ્યાં હતાં. કોઇ યાત્રીએ ગભરાઇને ચેન પુલિંગ કરી ટ્રેન પણ રોકી દીધી હતી.

કોઇ શોટ સર્કિટ નથી થયેલી
મામલાની જાણકારી મળતા જ પાયલટ રાજકુમારે તરત જ મેકેનિકલ સ્ટાફ અને રેલ્વે કંટ્રોલને માહિતી આપી. ત્યારબાદ લોકો પાયલટ, મેકેનિકલ સ્ટાફ અને ગાર્ડે એલાર્મને ચેક કર્યો તો બધું બરાબર હતું. પછી ઇલેક્ટ્રિક વિભાગનાં એક કર્મચારીને બોલાવ્યું તો તેમણે જણાવ્યું કે કોઇ શોટ સર્કિટ નથી થયેલી.

ખોદા પહાડ ઔર નિકલા ચૂહા…
આ તમામ પ્રયાસો બાદ જ્યારે ફાયર એલાર્મ સિસ્ટમનાં બોક્સને ખોલ્યું તો તેમાં એક ઉંદર મરેલો મળ્યો. આ જોતાની સાથે જ વાત સ્પષ્ટ થઇ ગઇ કે હકીકતમાં શું થયું હશે. લોકો પાયલટ રાજકુમારે જણાવ્યું ત્યારબાદ યાત્રિકો અને ટ્રેનનાં સ્ટાફે રાહતનાં શ્વાસ લીધાં. અને આશરે એક કલાક બાદ 4:21એ ટ્રેન આગળ વધી.

એક કલાકનાં બ્લોકે રોકી ગાડીઓ
કેન્ટ અને ટિસુઆ સ્ટેશનની વચ્ચે ઘણી જગ્યાઓ પર ટ્રેક પર મેંટેનેંસ કાર્ય કરવામાં આવ્યું. જેના કારણે બરેલી જંક્શન પર ટ્રેનોને રોકવું પડ્યું હતું. ઇન્જિનિયર વિભાગે બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બ્લોક કરેલ હતો.