પાટણ શહેર નાં અકબરી લોજ પાસે આવેલ સલવાતી હોસ્પિટલ માં આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ગાયનેક તથા દાંત નાં ડોક્ટર નો વિના મુલ્યે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો હતો જેમાં સમગ્ર વિસ્તારમાંથી કુલ ૧૨૮ દર્દીઓ એ કેમ્પનો લાભ લીધો હતો અને સ્થળ ઉપર જ જેતે દર્દી ને વિના મુલ્યે દવા પણ આપવામાં આવેલ તેમજ પાટણ શહેર નાં દાંતના ડૉ. દિલીપ દેસાઇ તથા ગાયનેક ડૉ. સામિયા મન્સુરી એ આ કેમ્પ વિના મૂલ્યે સેવા આપેલ અને આશીર્વાદ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મરૂફ સૈયદ તથા જ. સેકેટ્રી ઇસ્માઇલ મન્સુરી એ ડૉ. સામિયા મન્સુરી નું સાલ ઓઢાડી સન્માન કરેલ તથા ઉપ પ્રમુખ યુસુફ પઠાણે ડૉ. દિલીપ દેસાઇ નું સાલ ઓઢાડી સન્માન કરેલ તથા કૅમ્પને સફળ બનાવવા આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી આરીજ સૈયદ, સભ્ય જમાલ ભાઈ સોદાગર તથા તેમની ટીમ દ્વારા ખડેપગે હાજર રહી જહેમત ઊઠાવી હતી તેમજ આ પ્રસંગે સલવાતી હોસ્પિટલ નાં વહીવટ કર્તા મો.યુનુસ સાહેબ તથા આ કેમ્પમાં સાથ સહકાર આપનાર તમામનું પણ ટ્રસ્ટ નાં પ્રમુખ તરફથી આભાર માનવામાં આવ્યું હતું. આમ ટ્રસ્ટ નાં દરેક સભ્યો એ હાજર રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

  • જેઠી નિલેષ પાટણ