શ્રી શક્તિ ગરબી મંડળ ગ્રીનપાર્ક સોસાયટી ગોંડલ દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં હર વર્ષે આ ગરબીમાં અસરે ૯૦ થી ૯૫ બાળાઓ માઁ ની આરાધના કરે છે પણ આ વર્ષે સરકારશ્રીના આદેશ અનુસાર માત્ર માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં આજે નવમા નોરતે બાળાઓ દ્વારા માસ્ક પહેરીને આ રાક્ષસ રૂપી કોરોનાની મહામારીમાં લોકોના કોરોનાના લીધે પોતાના સ્વજન સ્નેહીશ્રીઓ જે મૃત્યું પામ્યા છે તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રી શક્તિ ગરબી મંડળ ગ્રીનપાર્ક સોસાયટીની તમામ બાળાઓ તેમજ તમામ રહીશોએ માઁ નવદુર્ગાને મીણબત્તી પ્રગટાવી મૌન રાખીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમજ તેઓની પવિત્ર આત્માને શાંતિ મળે અને આ કાળ રૂપી કોરોના જલ્દીથી શહેરમાંથી રાજ્યમાંથી દેશમાંથી દૂર થાય અને આવતા વર્ષે ભવ્યથી ભવ્ય આયોજન થાય એવી માતાજીને શ્રી શક્તિ ગરબી મંડળ ગ્રીનપાર્ક સોસાયટીના તમામ લોકો દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.