By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    8 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    7 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    8 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    8 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી ક્રિકેટ ટીમનો રકાસ: કારણ કેટલાં અને નિરાકરણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આપણી ક્રિકેટ ટીમનો રકાસ: કારણ કેટલાં અને નિરાકરણ?
Author

આપણી ક્રિકેટ ટીમનો રકાસ: કારણ કેટલાં અને નિરાકરણ?

Khaskhabar Editor
Last updated: 2025/01/04 at 4:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની,
જીતના ભી સમજોગે ઉતની હોગી હૈરાની.
– જાવેદ અખ્તર

- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટની સ્થિતી શેરબજાર જેવી થઈ ગઈ છે. ક્યારે પટકાશે અને ત્યાંથી કેવી ઉપર ચડશે તેની આગાહી કોઈ ક્રિકેટ પંડિત કરી શકતા નથી. જોકે, ઓવરઓલ આપણી ટીમની તાસીર જ એ રહી છે. ક્રિકેટજગતની સૌથી અનપ્રેડીક્ટેબલ ટીમ ભારતની રહી છે પછી તે ’83માં વિન્ડીઝની ભયંકર ટીમ સામે વર્લ્ડકપ જીત્યો એ સિદ્ધિ હોય કે પછી લગાતાર નબળું પરફોર્મન્સ આપવું એ હોય. એક તરફ 36માં આખી ટીમ સૂઈ જાય છે તો બીજી તરફ એ જ ટીમ બી ગ્રેડના ખેલાડીઓ સાથે એ સિરીઝ જીતી જાય છે. ક્રિકેટ ફેન્સ તાજેતરમાં કિવીઓ અને કાંગારૂઓ સામે મળેલી નાલેશીભરી હાર માટે આઈપીએલને જવાબદાર ઠેરવે છે. બેશક આઇપીએલે ભારતીય ક્રિકેટની ઘોર ઘણી હદ સુધી ખોદી જ છે પણ તેના સિવાય પણ બીજા કારણો જવાબદાર છે જ. કેટલા બધા કેપ્ટન: સૌથી પહેલા વાત એ આવે કે એક ટીમમાં એક જ કેપ્ટન હોય એ જ હિતાવહ છે. આઈપીએલની કૃપાથી ટીમમાં ખેલાડી કરતાં કેપ્ટન વધી ગયા હોય એવું લાગે છે કારણ કે ટીમમાં ફલાણો કે ઢીકણો પ્લેયર કોઈને કોઈ ફ્રેંચાઈઝીનો કેપ્ટન, વાઇસ કેપ્ટન, એક્સ કેપ્ટન કે છૂપો કેપ્ટન કે સુનટુબી કેપ્ટન હોય છે. અને હવે આઇપીએલ ટ્રોફી જીતવી એ સફળ કેપ્ટન હોવાનો માપદંડ ગણવામાં આવે છે. એટલે ગાડા નીચે ચાલતા કૂતરાની જેમ ક્રીડાવીરોને એવી ફાંકો આવી જ જાય છે કે લીગ ક્રિકેટમાં હું ચાલ્યો તો ઈન્ટરનેશનલ લેવલે પણ હું ચાલીશ. હવે આટઆટલા મહાપુરુષો ભેગા થાય ત્યારે તેમની આવડતનો સરવાળો થવાને બદલે ઈગો ટકરાવાના ચાન્સ વધી જતા હોય છે. ટુ મચ એકસપેરીમેન્ટસ: અત્યારના મશરૂમની જેમ ફૂટી નીકળેલા રસોઈયા અને આ ટીમના મેનેજમેન્ટમાં શું કોમન છે? બને મનફાવે એમ પ્રયોગો કરે છે. હવે કૈક ભલુ થતું હોય તોય આ બધા નવા નુસખા લેખે લાગે પણ આ લોકો તો ગુલાબજાંબુને ચટણી સાથે પીરસશે, બરફીનું શાક બનાવશે અને કહેશે કે આ તો અમારું ફયુઝન છે. અરે, તારી ભલી થાય હહરીના! પ્રયોગશીલતાના નામે તે ટીમની દશા બેસાડી દીધી. આઇપીએલના પ્રદર્શનના આધારે ટીમમાં જગ્યા આપી દેવી, ફોર્મેટ મુજબ પ્લેયર ન રાખવા, સારું રમતા ખેલાડીઓને મંજીરા વગાડવા સારુ બેસાડી દેવા, વારંવાર કેપ્ટન બદલવા આવા બધા પ્રયોગો આપણી માથે મારવામાં આવે છે. અંતે, કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી એવો ઘાટ સર્જાય છે.

વિરામ:
અત્યારની સિલેક્ષન કમિટીને જોઈને શ્રીલંકન ક્રિકેટર મર્વન અટ્ટાપટુએ ત્યારના શ્રીલંકન ટીમના સિલેક્ટરોને બંચ ઓફ જોકર્સ કહેલા એ યાદ આવે છે. ઘર કી મુર્ગી દાલ બરાબર: અત્યારના સિનિયર ક્રિકેટરો પણ ડોમેસ્ટિક ક્રિકેટની ઘોર અવગણના કરે છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તો એવા પ્લેયર જ ચાલે કે જે ઘરેલુ ક્રિકેટમાં સખત તપ કરીને આવ્યા હોય. પણ અહીં તો આઇપીએલનો કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે મોટાભાગના ખેલાડીઓ ગગનવિહારી બની જાય છે. સચિન જેવો સચિન તેના કરિયરની સાવ છેલ્લા તબક્કામાં પણ મોકો મળ્યે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો. છેલ્લે વિરાટ કે રોહિત ક્યારે લિસ્ટ એ મેચોમાં રમ્યા? મેરા બચ્ચા હૈ તું: આમ તો સગાવાદ કે માનીતાવાદ તો ભારતમાં કોર્પોરેટ ઓફિસ્થી લઈને રાજકીય પક્ષ સુધી ફેલાયેલ છે જ. ધોનીથી લઈને રોહિત સુધી આ દુષણ ચાલ્યું જ છે. માન્યું કે અમુક ખેલાડીઓની આવડત પર તમને ભરોસો હોય અને તમે તેમને ચાન્સ આપવા માગતા હોય પણ એ ક્યાં સુધી? ધોનીએ સીએસકે ક્વોટા બનાવી આ જૂથવાદ શરૂ કર્યો અને થોડા સમય પહેલા પણ એવા સમાચાર હતા કે ભારતના બોલિંગ કોચ તરીકે ઝહિર ખાનનું નામ લિસ્ટમાં હતું પણ સ્વદેશી ખેલાડીને બદલે ગંભીરે કેકેઆરના ક્વોટામાંથી મોર્ને મોર્કેલને ચાન્સ આપ્યો. અત્યારે બેટિંગ કોચ પણ અભિષેક નાયર છે કે જે કેકેઆરથી જ આવે છે. ગંભીર જે બાબતે ધોનીનો વિરોધ કર્યો એ તેણે પોતે પણ કરી જ ને. તકલીફ એ છે કે તે વાતથી સફળતા મળી નથી. આટલી બધી હાલાકી હોવા છતાં પણ આપણી ટીમે છેલ્લા દસ પંદર વર્ષોમાં વિશ્વક્રિકેટમાં જે સ્થાન મેળવ્યું છે તે નોંધનીય છે. પેલો શેર છે ને કે ગીરતે હૈ શાહ એ સવાર મૈદાન એ જંગ મેં, વો ભી કયા ગીરે જો ઘૂટનો કે બલ ચલે. તેના મુજબ અપેક્ષા પણ ટીમ સારી હોય તો જ રખાય બાકી એશિયામાં અત્યારે પાકિસ્તાન, શ્રીલંકા કે બાંગ્લાદેશ ભારતની સરખામણીમાં ક્યાંય નીચે છે. હવે 2025માં આપણી ટીમની હતી પછી ઉપર તરફ થાય તળિયાની બદલે એ પ્રાર્થના!

પૂર્ણાહુતિ:
ભારતીય ક્રિકેટનું ઉંડાણ ડરાવી દે તેવું છે.

- Advertisement -

– એબી ડિવિલિયર્સ

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

TAGGED: Cricket Team
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારું ધ્યાન કરતો હોય તો જીવનની રક્ષા માટે મારી લાકડી તો કાયમ તૈયાર જ હોય
Next Article 47મા પ્રેસિડન્ટ વિશે અટકળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?