ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર સિટી પોલીસે બંધ હાલતમાં રહેલી કેબિનમાંથી 72 બોટલ વિદેશી દારૂ અને 11 ટીન બિયર સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, લીંબાળાની ધાર પાસે રોડ ઉપર એક બંધ હાલતની કેબીનમાં ચંદ્રપુરનો ઇમરાન ઇબ્રાહીમભાઇ પઠાણ નામનો શખ્સ ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે આ જગ્યાએ રેઈડ કરતા વિદેશી દારૂની 72 બોટલ (કિં.રૂ. 27,000) અને બિયરના 11 ટીન (કિં.રૂ.1100) મળી કુલ રૂ. 28,100 ના મુદ્દામાલ સાથે શખ્સ મળી આવતા વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.