હું જોઉં છું કે કેટલાંક લોકો બાહ્યાચારમાં ભટકતાં રહે છે. રોજ આટલી વાર માળા કરવી, રોજ કોઈને કોઈ મંદિરમાં દર્શન કરવા જવું જ, દીવા, અગરબત્તી, પાઠ-પૂજા કરવાં જ વગેરે-વગેરે.
આમાં કંઈ ખોટું નથી. બાહ્યાચારના નિમિત્તે પણ જો મનુષ્ય થોડોક સમય એકાગ્ર બનીને પરમતત્ત્વ સાથે પોતાના હૃદયના તારને જોડી શકતો હોય તો તે આવકાર્ય જ છે. મારા એક મિત્રને દર અઠવાડિયે ચોક્કસ એક દિવસે એના ગુરુદેવના સમાધિ સ્થાનની મુલાકાતે જવાનો અફર નિયમ છે. મારા એક મિત્ર દાયકાઓથી દર પૂનમે એક તીર્થધામમાં જવાનું ચૂકતા નથી.
ગંગાસતી કહી ગયા છે : “અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ, એ તો અધુરીયા કેરી રીત.” એકવાર સિદ્ધગુરુ મળી જાય, એનો ચૈતન્ય મંત્ર મળી જાય, એ પછી ભટકવાનું નથી પણ અટકવાનું છે.
ક્યારે ભટકવું અને ક્યાં અટકવું એની સમજ પડી જાય એણે પછી ગર્ભવાસમાં ઊંધામાથે લટકતું ન પડે.
ગણેશપુરી વાળા સ્વામી શ્રી નિત્યાનંદ બાબા પાસે એક ભક્ત આવ્યો (દર્શનાર્થે) ત્યારે પૂ. બાબાશ્રીએ ઠપકો આપતા એને કહ્યું હતું
तू यहाँ क्यों आया ? मैं वहा नहीं था क्या ? શ્રી નિત્યાનંદજી કહેતાहृदय तीर्थो का तीर्थ हैं, वहा जाओ और रमण करो।
આપણે સ્વામી શ્રી નિત્યાનંદજીને માનવા છે પણ નિત્યાનંદજીનું માનવું નથી.
ક્યારે ભટકવું અને ક્યાં અટકવું એની સમજ પડી જાય એણે પછી ગર્ભવાસમાં ઊંધામાથે લટકવું ન પડે



