By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    12 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    12 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોષી પૂનમે ગરવા ગઢ પર ગુંજશે માઁ અંબાનો પ્રાગટ્ય નાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પોષી પૂનમે ગરવા ગઢ પર ગુંજશે માઁ અંબાનો પ્રાગટ્ય નાદ
જુનાગઢ

પોષી પૂનમે ગરવા ગઢ પર ગુંજશે માઁ અંબાનો પ્રાગટ્ય નાદ

Khaskhabar Editor
Last updated: 2025/12/30 at 4:46 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

ગિરનારના 5000 પગથિયે અંબાજી મંદિરે ગુંજશે ‘જય માં અંબે’

52 શક્તિપીઠો પૈકીની પવિત્ર ‘ઉદયન પીઠ’ પર ઉત્સવની ઉજવણી

- Advertisement -

શનિવારે ઉદયનપીઠ ખાતે હોમ-હવન, ધ્વજારોહણ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30

પર્વતોના પિતામહ હિમાલયના પરદાદા ગણાતા અને શ્રદ્ધાના પ્રતીક એવા ગરવા ગઢ ગિરનારની ટોચ પર, 5000 પગથિયાંના અંતરે બિરાજમાન આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ આગામી તારીખ 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાનો જન્મદિવસ, જે નિમિત્તે ગિરનારના પવિત્ર શિખર પર ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળશે.
શાસ્ત્રોક્ત ઉલ્લેખ મુજબ, માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત પર આવેલી આ પીઠ ’ઉદયન પીઠ’ તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર, જ્યારે સતી પાર્વતીએ પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતા દેહત્યાગ કર્યો, ત્યારે ક્રોધિત શિવજી સતીના નિશ્ચેતન દેહને ખભે ઉપાડી તાંડવ કરવા લાગ્યા હતા. સૃષ્ટિના વિનાશને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના 52 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પણ પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. ગિરનાર પર્વત પર માતાજીના ઉદર (પેટ)નો ભાગ પડ્યો હોવાથી તેને ’ઉદયન પીઠ’ તરીકે પૂજવામાં આવે છે. આગામી શનિવારે વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પ્રાગટ્ય મહોત્સવમાં વહેલી સવારે જગતજનનીને ગંગાજળ અને દૂધથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ અભિષેક કરવામાં આવશે તેમજ માતાજીના સાનિધ્યમાં શ્રી સૂક્તના મંત્રોચ્ચાર સાથે વિશેષ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર ગિરનાર પર્વત ભક્તિમય બની જશે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીને મનમોહક શૃંગાર ધરાવવામાં આવશે અને મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે ભવ્ય મહાઆરતી યોજાશે, ત્યારબાદ માતાજીને વિશેષ થાળ ધરીને ઉપસ્થિત હજારો માઈભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 07:00 વાગ્યાથી બપોરના 02:00 વાગ્યા સુધી ચાલનારા આ મહોત્સવમાં ભાગ લેવા માટે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ પ્રાગટ્ય મહોત્સવને લઈને ગિરનારના પગથિયે અત્યારથી જ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષનો મહોત્સવ એક વિશેષ સંજોગોમાં ઉજવાઈ રહ્યો છે. મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ બ્રહ્મલીન થયા હોવાથી, તેમની ગેરહાજરીમાં આ મહોત્સવનું સંપૂર્ણ સંચાલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ કલેક્ટર, પ્રાંત અધિકારી અને વહીવટદાર મામલતદારની સીધી દેખરેખ હેઠળ મંદિરના પૂજારીઓ અને સ્ટાફ આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

- Advertisement -

ક્રમ, શક્તિપીઠનું નામ, સ્થળ,માતાજીનું અંગ, ભૈરવ

1, હિંગળાજ ભૈરવી બલુચિસ્તાન (પાકિસ્તાન) બ્રહ્મરંધ્ર (તાળવાનો ભાગ) ભીમલોચન
2, વિમલાક ભુવનેશ્વરી હાવડા (બંગાળ) કુંડળ (કાનનું) સમવ્રત
3, ઉમા, વૃંદાવન કેશ (વાળ) ભૂતેશ
4, મહિષમર્દિની કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ત્રિનેત્ર (આંખો) ક્રોમીશ
5, સુનંદા દેવી, શિકારપુરી (બાંગ્લાદેશ) નાક ગંબક
6, અપર્ણાદેવી ભવાનીપુર (બાંગ્લાદેશ) ડાબો ગાલ વામન
7, શ્રી સુંદરીદેવી શ્રીપર્વત (આસામ) જમણો ગાલ સુંદશ નેદ
8, વિશાલાક્ષી વારાણસી કાન કુંડળ વિધમાત્રીકા
9, વૈશ્વેશી રુકમણી ગોદાવરી તટ (કુબ્જકોટિ) ડાબું નેત્ર દંડપાણી
10, મેડકી દેવી મુક્તિનાથ (નેપાળ) દક્ષિણગંડ ચક્રપાણી
11, નારાયણી દેવી ક્ધયાકુમારી ઉપરના દાંત સંહાર
12, વારાહી પંચ સાગર નીચેના દાંત મહારુદ્ર
13, સિદ્ધા અંબિકા જ્વાલામુખી જીભ ઉન્મત્ત
14, એવતિ માતા, ઉજ્જૈન (ભૈરવ પર્વત) ઉપરનો હાથ લંબકર્ણ
15, ફુલરાદેવી અટહાસ (બંગાળ) નીચેનો હાથ વિશ્વેશ
16, ભ્રામરી દેવી નાસિક (પંચવટી) દાઢી વિક્રિનાસ
17, મહામાયાદેવી અમરનાથ ગુફા (કાશ્મીર) કંઠ ગળું ત્રિસંધેશ્વર

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા હાઇવેના હરિપર ગામ નજીક કાર પલ્ટી થતા ગમખ્વાર અકસ્માત
Next Article જૂનાગઢમાં ગંદકી ફેલાવતા 32 આસામીઓને મહાનગરપાલિકાએ 16,500નો દંડ ફટકારાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?