હિન્દી સહિત 40 ભાષામાં કામ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
ટેક કંપની ગુગલ પોતાના એઆઈચેટ બોટ બોર્ડને ભારતમાં લોંચ કરી દીધુ છે.બુધવારની રાત્રે કેલીફોર્નીયામાં યોજાયેલી ઈવેન્ટ ગુગલ આઈઓ 2023 માં બોર્ડને પ્રદર્શીત કરવામાં આવ્યુ હતું. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી કે આ ચેટ બોર્ડ સર્વીસ ભારત સહીત 180 થી વધુ દેશોમાં શરૂ કરવામાં આવી રહી છે.
ચેટબોટ બોર્ડ હિન્દી, બંગાળી સહીત 40 ભાષાઓમાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે. ચેટ જીપીટીની વધતી ઉપલબ્ધીને જોતા બોર્ડ લાવવામાં આવ્યું છે. આ ફેબ્રુઆરીમાં બોર્ડ પહેલીવાર રજુ થયુ હતું. ગુગલે કાર્યક્રમમાં યુઝર્સ માટે એઆઈ સાથે સંકળાયેલ અનેક ટુલ્સની જાહેરાત કરી છે.
ગુગલના ભારતીય મુળનાં સીઈઓ સુંદર પીચાઈએ જણાવ્યું હતુ કે જેમ જેમ એઆઈ મોડલ બહેતર અને સક્ષમ થઈ રહ્યા છે તેને લોકો સાથે જોડવા માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છે.ભવિષ્યમાં એઆઈના વધુ ઉપયોગ થશે.
હવે ગુગલે પણ AI ચેટ બોટ ભારતમાં લોન્ચ કર્યુ
